ફેસબુક પર અજાણ્યા સાથે મિત્રતા કેળવનાર માટે લાલબત્તી સમાન કિસ્સો : મેસેન્જર પર બિભત્સ વાત કરી વ્હોટ્સઅપ પર વિડીયો કોલ કરી ન્યુડ વિડીયો બનાવી લીધો

121

સુરત : સુરતના સચિન અને તલંગપુર વિસ્તારમાં રહેતા બે યુવાન સાથે ફેસબુક મિત્રતા કેળવી વ્હોટ્સએપ નંબર મેળવી લઇ બિભત્સ વાતો કરી ઓનલાઇન સેક્સ કરવાનું કહી ન્યુડ વિડીયો ઉતારી લઇ વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરી રૂપિયા પડાવનાર અજાણ્યા ભેજાબાજો વિરૂધ્ધ સચિન અને સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.સચિન વિસ્તારમાં રહેતા રાહુલ આહીર(નામ બદલ્યું છે)નામના યુવાનના ફેસબુક મેસેન્જર પર મહિના અગાઉ અનીસા પરમાર નામની યુવતીનો મેસેજ આવ્યો હતો.બંને વચ્ચે સેક્સ બાબતે થઇ હતી જે અંતર્ગત રાહુલે પોતાનો વ્હોટ્સએપ નંબર આપ્યો હતો.આ નંબર ઉપર મધરાતે અનીસાએ કોલ કરી ન્યુડ વાતો કરી સેક્સ કરવાનું કહી વિડીયો કોલ કરી બિભત્સ ક્લિપ બનાવી હતી.ત્યાર બાદ બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરી હતી પરંતુ રાહુલે ઇન્કાર કર્યો હતો.

પરંતુ બે દિવસ બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તમારો ન્યુડ વિડીયો સોશ્યિલ મિડીયા પર વાયરલ થયો છે,જે વિડીયો અટકાવવો હોય તો મુકેશ નામનો મારો મિત્ર યુ-ટ્યુબમાં નોકરી કરે છે તેને ફોન કરો.જેથી ડરી જનાર રાહુલે મુકેશને કોલ કરતા તેણે તમારો વિડીયો 80 ટકા અપલોડ થઇ ગયો છે અને અટકાવવો હોય તો પેનલ્ટી સહિતના જુદા-જુદા ચાર્જ પેટે રૂ. 1.20 લાખ ભરવા પડશે અને 10 ટકા કપાઇને બાકી રકમ તમારા એકાઉન્ટમાં રીફંડ થઇ જશે.

પોતાની આબરૂ બચાવવા રાહુલે ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી હતી.પરંતુ બીજા દિવસે પુનઃ કોલ આવ્યો હતો અને યુવતીએ સ્યુસાઇડ કરી લીધું છે અને પોલીસ કેસ નહીં કરવો હોય તો બીજા રૂ.72 હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા રાહુલને શંકા ગઇ હતી.જયારે સચિન-તલંગપુર વિસ્તારમાં રહેતા કિરણ પ્રજાપિત(નામ બદલ્યું છે)ના ફેસબુક પર રીયા મલિક નામની યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાવી મિત્રતા કેળવી વ્હોટ્સએપ નંબર મેળવી લીધો હતો.ત્યાર બાદ વ્હોટ્સએપ પર વિડીયો કોલ કરી અશ્લીલ વાતો કરી ઓનલાઇન સેક્સ કરવાનું કહી વિડીયો ઉતારી લઇ વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરી રૂ.5150 ટ્રાન્સફર કરવા કહ્યું હતું.પરંતુ કિરણે ઇન્કાર કર્યો હતો અને પોતાને બદનામ કરનાર વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Share Now