સુરત : સુરત શહેરમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં અનેકે જીંદગી ગુમાવી અને હવે કોરનાની ચોથી લહેરની શક્યતા વચેચ સુરત નવી સિવિલ ખાતે મેડિકલ કોલેજમાં અધિકારી અને વિવિધ વિભાગના વડા અને સિનિયર ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઇ હતી.સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેથી કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા સેવાય રહી છે.
જેથી નવી સિવિલ ખાતે સ્ટેમસેલ બિલ્ડીંગ કમ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને ત્યાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નવી સિવિલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સોમવારે બપોરે બેઠક યોજાઇ હતી.જેમાં કોલેજના ડીન ડો.ઋતુંમ્ભરા મહેતા,તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર,નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા,મેડીસીન,ટી.બી એન્ડ ચેસ્ટ,એનેસ્થેસીયા, બાળકો વિભાગના વડા સહિતના ડોકટરો સાથે ચર્ચા કરી હતી.જેમાં કેસ વધે તો.ડોકટરો સહિતનો સ્ટાફ જરૃરીયાત પ્રમાણે વધારો કરવો,ડોકટરો અને સ્ટાફ વચ્ચે સંકલન રહે,જોકે ત્રીજી લહેરમાં વખતે જે વ્યવસ્થા કરવામાં આવી હતી.તે પ્રમાણે વ્યવસ્થા જરૃર પડે તો કરવી,વેન્ટીલેટર,ઓકસીજન લાઇન,સાધન સામગ્રી વગેરે જરૃરી સુવિધા અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સુચના આપાઇ હતી.એવુ સિવિલના આસીસ્ટન્ટ આર.એમ.ઓ ડો.ઓનકાર ચૌધરીએ જણાવ્યુ હતુ.