નવી દિલ્હી : સીબીઆઇએ જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર ઇશ્વર રેડ્ડીને બાયોકોન બાયોલોજિક્સની ઇન્સ્યુલિન દવાના પરીક્ષણને માફ કરવાને માફ કરવા માટે કથિત રીતે ચાર લાખ રૃપિયાની લાંચ લેવાન આરોપમાં ધરપકડ કરી છે.આ કેસમાં સીબીઆઇએ બાયોકોન બાયોલિજક્સના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ એલ પ્રવીણ કુમારની પણ ધરપકડ કરી છે.અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રેડ્ડી પર ઇન્સ્યુલીન એસ્પાર્ટ ઇન્જેક્શનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાંથી મુક્તિ મેળવવા માટે લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ દવા ટાઇપ-૧ અને ટાઇપ-૨ ડાયાબિટિસને અંકુશમાં લેવા માટે વપરાતી દવા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇએ સિનર્જી નેટવર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર દિનેશ દુઆની ધરપકડ કરી છે.દિનેશ દુઆએ જ રેડ્ડીને ચાર લાખ રૃપિયાની લાંચ આપી હતી.આ ઉપરાંત આ કેસમાં બાયોકોન બાયોલોજિક્સના ગુલજિત સેઠી અને આસિસ્ટન્ટ ડ્રગ ઇન્સ્પેક્ટર અનિમેશ કુમારની પણ ધરપકડ કરી છે.બાયોકોન બાયોલિજિક્સ કિરણ મજમૂદાર શોના નેતૃત્ત્વવાળી બાયોકોનની સહાયક કંપની છે.જો કે કંપનીએ આ તમામ આરોપોથી ઇનકાર કર્યો છે.સીબીઆઇએ દરોડા દરમિયાન રેડ્ડી અને દુઆની એ સમયે ધરપકડ કરી હતી જ્યારે બંને વચ્ચે લાંચની લેવડદેવડ થઇ રહી હતી.સીબીઆઇએ બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડ,બેંગાલુરુના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ એલ પ્રવીણ કુમાર અને દિલ્હી સ્થિત બાયોઇનોવેટ રિસર્ચ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના ગુલજિત સેઠી સામે પણ કેસ દાખલ કર્યો છે.