પાક.માં બાળકનું માથુ કાપી હિન્દૂ મહિલાના ગર્ભાશયમાં જ છોડી દેવાયું

127

લાહોર : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક ગ્રામીણ સ્વાસ્થ્ય કેંદ્રની ઘોર બેદરકારી સામે આવી છે.સારવાર દરમિયાન એક ગર્ભવતી હિન્દૂ મહિલાનું બાળક ધડથી અલગ થઇ ગયું હતું અને તેને ગર્ભમાં જ છોડી દેવામાં આવ્યું હતું.જેને પગલે ૩૨ વર્ષીય મહિલા હાલ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે.આ સમગ્ર મામલાને લઇને ભારત અને પાકિસ્તાનમાં ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ભીસમાં આવેલી પાક. સરકારે તપાસના આદેશ આપ્યા છે.

સિંધ પ્રાંતના થારપારકર જિલ્લાના એક ગામની રહેલી ભીલ હિન્દૂ મહિલા પહેલા ગ્રામિણ સ્વાસ્થ્ય કેન્દ્ર(આરએચસી)પહોંચી હતી.જોકે કોઇ સ્ત્રી રોગ નિષ્ણાંત ત્યાં હાજર નહોતુ.જેને પગલે બિનઅનુભવી સ્ટાફે આ મહિલાની સારવાર ચાલુ કરી હતી.આ દરમિયાન જે સર્જરી કરવામાં આવી તેમાં મહિલાના બાળકનું માથુ કાપી નાખવામાં આવ્યું હતું અને તેને ગર્ભમાં જ છોડી દેવામાં આવ્યું હતું.જેને પગલે મહિલાનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઇ ગયું હતું.બાદમાં તેને અન્ય એક હોસ્પિટલમાં લઇ જવાઇ જ્યાં પણ તેની સારવાર માટે કોઇ જ સ્ટાફ નહોતો અંતે પરિવાર તેને એલયુએમએચએસ લઇ આવ્યો હતો.આ હોસ્પિટલમાં મહિલાના શરીરમાં બાળકનું જે માથુ છુટી ગયું હતું તેને બહાર કાઢવામાં આવ્યું હતું અને તેનો જીવ બચાવી લેવાયો હતો.

હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું કે બાળકનું માથુ અંદર જ ફસાઇ ગયું હતું અને મહિલાનું ગર્ભાશય પણ ફાટી ગયું હતું.બાદમાં તેનો જીવ બચાવવા માટે મહિલાનું પેટ ચિરવું પડયું હતું.અને ભારે જહેમત બાદ બાળકનું માથુ બહાર કાઢી લેવાયું હતું.આ ભયાનક બેદરકારીને પગલે સિંધ સરકારે એક મેડિકલ ટીમની રચના કરી છે અને જે પણ દોષીઓ હોય તેને સજા આપવાના આદેશ આપ્યા હતા.

Share Now