માલે : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે માલદીવમાં પાટનગર માલેમાં યોગ દિવસ સમારોહને નિશાન બનાવવામાં આવ્યો હતો.સ્થાનિક મીડીયા રીપોર્ટ પ્રમાણે ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રે માલદીવનાં યુવા ખેલ અને સામુદાયિક અધિકારિતા મંત્રાલયના સહયોગથી સવારે ૬-૩૦ વાગ્યાથી ‘યોગ-સત્ર’આયોજીત કરાયું હતું.તે કાર્યક્રમ દેશના’નેશનલ-ફુટબોલ-સ્ટેડીયમ’માં આયોજીત કરાયો હતો.ત્યાં ઓચીંતા પ્રદર્શનકારીઓ આવી પહોંચ્યા અને સત્રમાં ભાગ લેનારાઓને તત્કાલ સ્ટેડીયમ ખાલી કરવા જણાવ્યું.તે ભીડે યોગ સત્રમાં ભાગ લેનારાઓને ધમકી પણ આપી હતી.
પરિસ્થિતિ ગંભીર બનશે તેમ માનીને પોલીસે અશ્રૂવાયુનો ઉપયોગ કરી ભીડ વિખેરવા પ્રયત્ન પણ કર્યો અને છ લોકોની ધરપકડ પણ કરી હતી.રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સાલેહે આ ઘટના અંગે તપાસ યોજવાની જાહેરાત કરી હતી.માલદીવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારત વિરોધી પ્રદર્શનો તેજ થયા છે.મીડીયા રીપોર્ટ જણાવે છે કે માલદીવના કેટલાક ઈસ્લામિક સ્કોલર્સનું માનવું છે કે,યોગ કરવો તે સૂર્ય પૂજા છે અથવા સૂર્યની એક દેવતા તરીકેની અર્ચના છે.યોગ તો સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે માટે મુસ્લીમોએ યોગ કરવો ન જોઈએ.માત્ર અલ્લાહમાં જ વિશ્વાસ રાખવો જોઈએ.