– શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ અને નિર્મલા ગાવીત અને ચંદ્રકાન્ત પાટિલ સુરત પહોંચ્યા હતા
સુરત, તા. 22 જૂન 2022, બુધવાર : એકનાથ શિંદેને લગભગ 33 ધારાસભ્યો અને 7 અપક્ષોનું સમર્થન છે.ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, તેમને અપક્ષ ધારાસભ્યો સહીત 40 ધારાસભ્યોનું સમર્થન છે.મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર જોખમમાં મૂકાઈ ગઈ છે.પાણી વહી ગયા છતા પાળ ન બાંધી શકી તેવી સ્થિતિ ઉદ્ધવ સરકારની છે.મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો તૂટ્યા છે.શિવસેનાના વધુ 4 ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ નિર્મલા ગાવીત,ચંદ્રકાન્ત પાટિલ અને ગોપાલ દલવી સુરત પહોંચ્યા હતા.શિવસેનાના 4 ધારાસભ્યોને સુરતથી આસામ લઈ જવાયા.તમામ ધારાસભ્યોની સુરતની લા મેરેડિયન હોટલ ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ બળવાના કારણે મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કોંગ્રેસની ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકાર પર કાળા વાદળો છવાયા છે.