સુરત : તા.23 જુન 2022,ગુરૂવાર : કાપોદ્રાના ટેક્સ કન્સલટન્ટે માતા-પિતા સહિતના 8 સંબંધીઓ માટે પવન હંસ લિમીટેડની સાઇટ પર હેલિકોપ્ટર બુકીંગ કરાવવા જતા ભેજાબાજે રૂ.37,760 પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.કાપોદ્રાના માધવબાગ કોમ્પ્લેક્ષમાં સોરઠીયા એન્ડ કંપની નામે ટેક્સ કન્સલટન્ટ નામે ઓફિસ ધરાવતા સુભાષચંદ્ર રવજી સોરઠીયા(ઉ.વ.28 રહે.ધર્મજીવન રો હાઉસ,લજામણી ચોક,મોટા વરાછા અને મૂળ.
બરવાલા બાવીસી,તા.કુકાવાવ,જિ.અમરેલી)એ ચારાધામ યાત્રાએ જનાર માતા-પિતા સહિતના 8 સંબંધીઓ માટે ગુગલ પર સર્ચ કરી પવન હંસ લિમીટેડની સાઇટ ઓપન પર બુકીંગ કરાવ્યું હતું.કંપનીના જણાવ્યા મુજબ સુભાષે તમામના આઇડી પ્રુફ મોકલી આપી મેસેજમાં જણાવેલા પવન હંસ લિમીટેડના બેંક ખાતામાં ઓનલાઇન રૂ.37,760 ટ્રાન્સફર કર્યા હતા.જો કે ત્યાર બાદ તમામના ઇન્સ્યોરન્સ માટે વધુ રૂ.16,000 ટ્રાન્સફર કરવાનું જણાવતા સુભાષને શંકા ગઇ હતી અને ટિકીટ બુકીંગની રકમ રીફંડ આપવાનું કહેતા રિપ્લાય આપવાનું બંધ કરી દીધું હતું.ઉપરાંત ફોન પણ રિસીવ કર્યો ન હતો.