નવી િદલ્હી : કોરોનાની સારવાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તાજેતરમાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે,જેના કારણે ઈડી સમક્ષ નેશનલ હેરાલ્ડ કેસની પૂછપરછ માટે હાજર થવા માટે કેટલાક સપ્તાહનો સમય માંગ્યો છે.સોનિયા ગાંધીએ ઇડીને પત્ર લખીને પોતે સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી કાર્યવાહી સ્થગિત કરવા વિનંતી કરી છે.આ માહિતી કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી જયરામ રમેશે ટ્વીટ કરીને આપી છે.અહીંયા નોંધવું રહ્યું કે,કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઈડીએ નેશનલ હેરાલ્ડ સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે 23 જૂને સવાલ-જવાબ માટે સમન્સ મોકલ્યું હતું.જયરામ રમેશે ટ્વીટમાં લખ્યું કે,‘કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તબીબોએ ઘરે આરામ કરવા સલાહ આપી છે.એટલા માટે થોડાક સપ્તાહ માટે સમય આપવામાં આવે.