મોટા વરાછાની મહિલાને લોનની લાલચ આપી બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી

121

સુરત : મોટા વરાછાની બ્યુટીશીયને ફેસબુક પરથી લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂ.3 હજારની લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજે બિભત્સ વાયરલ કરવાની ધમકી આપતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે.ભેજાબાજે રૂપિયા પડાવવા બ્યુટીશીયનની ફ્રેન્ડના બિભત્સ ફોટો પણ વાયરલ કર્યા હતા.મોટા વરાછાના યમુના ચોક વિસ્તારમાં રહેતી બ્યુટીશીયન જાહન્વી (ઉ.વ.30 નામ બદલ્યું છે)એ 3 જૂને ફેસબુક પર ઇન્સ્ટન્ટ લોનની એપની જાહેરાત જોઇ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

જાહન્વી એપ્લિકેશનમાં લોનની માહિતી ચેક કરી હતી ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તમારે લોન લેવી હોય તો ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાનું કહ્યું હતું.જેથી જાહન્વીએ આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી મોકલાવ્યા હતા.ત્યાર બાદ કોલ કરનારે તમને રૂ.3 હજારની લોન મળશે એમ કહેતા જાહન્વીએ તેના પતિનો બેંકનો એકાઉન્ટ નંબર આપતા તેમાં લોનના રૂ. 1800 જમા કર્યા હતા.જયારે રૂ.1110 લોન ચાર્જ પેટે કપાયા છે એવું કહ્યું હતું.

પરંતુ બીજા દિવસે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તાત્કાલીક રૂ.1110 જમા કરાવો નહીં તો તમારો બિભત્સ ફોટો વાયરલ કરી નાંખીશ.જેથી ડરી જનાર જાહન્વીએ તેની બહેનના ગુગલ પે એકાઉન્ટમાંથી રૂ.1110 અને ત્યાર બાદ રૂ.1810 ટ્રાન્સફર કરાવ્યા હતા.જો કે ત્યાર બાદ પણ ફેસબુક પરથી ફોટો ડાઉનલોડ કરી બિભત્સ બનાવી વાયરલ કરવાના વારંવાર કોલ કર્યા હતા અને જાહન્વીની ફ્રેન્ડનો બિભત્સ ફોટો બના વીજાહન્વી અને તેના સંબંધીઓમાં વાયરલ કર્યા હતા.

Share Now