સુરત : તા.22 જુન 2022,બુધવાર : મહારાષ્ટ્રના રાજકારણનો હાઈવોલ્ટેજ ડ્રામા સુરતમાં ભજવ્યા બાદ મોડી રાત્રે બળવાખોર ધારાસભ્યોને લઈને બસ હોટલથી બહાર નીકળતા કોંગ્રેસે મધરાત્રીએ વિરોધ નોંધાવ્યો હતો.સુરતના ડુમસ રોડ પર આવેલી ફાઇવસ્ટાર હોટલમાંથી શિવસેનાના બળવાખોર ધારાસભ્યો તે લઈ રાત્રિના સવા બે વાગ્યે બસ બહાર નીકળી હતી.પોલીસે એસકોટ સાથે બસ બહાર નીકળી ત્યારે કેટલા કોંગ્રેસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલામ સાયકલવાલા સહિત કેટલાક યુવા નેતાઓ રોડ પર ભેગા થયા હતા.બસને અટકાવવાનો પ્રયાસ થયો એ કર્યો ત્યારે પોલીસે તેમને કોરદન કરી લીધા હતા.કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની હાય હાય અને સી.આર.પાટિલ ની હાય હાય બોલવા સાથે લોકશાહી બચાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા.