મુંબઇ : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલની હત્યા પ્રકરણમાં શાર્પશૂટરને સુપારી આપવામાં આવી હોવાનું તપાસમાં પ્રકાશમાં આવ્યું છે.આ કેસમાં શાર્પશૂટર સંતોષ જાધવને સાડાત્રણ લાખ રૃપિયા મળ્યા હોવાનું કહેવાય છે.આ પૈસા નવનાથ સૂર્યવંશીને આપવામાં આવ્યાહતા.પોલીસ આ પૈસાની માહિતી મેળવી રહી છે.પુણે ગ્રામિણ પોલીસે અગાઉ ગુજરાતથી સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની ધરપકડ કરી હતી.તેમની મુંબઇ,પંજાબ,હરિયાણા પોલીસે સઘન પૂછપરછ કરી હતી.
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે આઠ શાર્પશૂટર ને સુપારી આપવામાં આવી હતી.તેમને સાડા ત્રણ લાખ રૃપિયા આપવામાં આવ્યા હોવાનું પંજાબ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.૨૯મેના મૂસેવાલાની હત્યા કરાઇ હતી.પુણે ગ્રામિણ પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી મહાકાલે આ અંગે માહિતી આપી હતી.હત્યા બાદ ૧ જૂનના નવનાથ સૂર્યવંશીનો સિદ્ધેશ મહાકાલને સિગ્નલ ઍપ પર કોલ આવ્યોહતો.કામ થઇ ગયું છે,સાડા ત્રણ લાખ રૃપિયા મળી ગયા છે.જ્યારે સલામત હોય ત્યારે મને કૉલ કરો એમ તેણે જણાવ્યું હતું.તેણે સિદ્ધેશને એક મોબાઇલ નંબર આપ્યો હતો.તે મોબાઇલ નંબર સિદ્ધેશે જયહો નામથી સેવ કર્યો હતો.
તે સમયે નવનાથ સૂર્યવંશીએ સિદ્ધેશને કહ્યું હતું કે તુ મને એકાઉન્ટ નંબર આપ,હું તને પૈસા મોકલી આપીશ ત્યારે સિદ્ધેશે તેને પૂછ્યુ કે તુ ક્યાં છે,નવનાથે જણાવ્યું કે હું ગુજરાતમાં છું અને સંતોષ પણ ત્યાં આવશે.આરોપી નવનાથ સૂર્યવંશી જે સાડા ત્રણ લાખ રૃપિયાનો ઉલ્લેખ કર્યો છે તે મૂસેવાલા હત્યા કેસમાં શાર્પ શૂટરને આપવામાં આવેલ પૈસામાંથી એક છે.
આ બાબતે પોલીસ નવનાથની પૂછપરછ કરી રહી છે.જોકે નવનાથે ક્યા ખાતામાં પૈસા જમા કરાવ્યા કે કયાં રાખ્યા છે તે અંગે પોલીસ હજી સુધી કોઇ માહિતી આપી નથી.આ વાતચીત મુજબ સંતોષ તે સમયે ગુજરાત આવ્યો ન હોવાનું જાણવા મળે છે.મૂસેવાલાની પંજાબમાં હત્યા થઇ તે દિવસે ગુજરાતમાં હોવાનો દાવો અગાઉ શંકાસ્પદ આરોપી સંતોષ જાધવે કર્યો હતો.૨૯મી મેના તે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પાસેની એક હોટેલમાં હતો.