જસ્ટિસ આર.ડી.ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી.જુહુમાં રહેણાક બંગલાના કથિત રીતે ગેરકાયદે હિસ્સાને કાયદેસર બનાવવાની અરજીને નકારતા બીએમસીના આદેશને પડકારતી કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે એમ કહીને ફગાવી દીધી હતી કે આ રાજકીય બદલો લેવાનો કેસ નથી જણાઈ રહ્યો.
જસ્ટિસ આર.ડી.ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી.જોકે નારાયણ રાણેના વકીલ વરિષ્ઠ કાઉન્સેલ મિલિંદ સાઠેએ હાઈ કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવા માટે સમયની માગણી કરતાં કોર્ટે આ આદેશના અમલને છ અઠવાડિયાં માટે સ્થગિત કર્યો હતો.આ સાથે જ બેન્ચે બીએમસીને બીજેપીના નેતા નારાયણ રાણે સામે તેમ જ તેમના જુહુસ્થિત બંગલા સામે છ અઠવાડિયાં સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી.
બંગલાના મ્યુનિસિપલ અને કોસ્ટલ ઝોનના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક ભાગોને કાયદેસર કરવા તેમ જ એને જાળવી રાખવા માટેની નારાયણ રાણેની અરજીને બીએમસી દ્વારા સાતમી એપ્રિલે નકારી કાઢીને આપવામાં આવેલા આદેશને પડકારવા માટે નારાયણ રાણેએ બુધવારે હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે‘બીએમસી પોતાની જગ્યાએ યોગ્ય જ છે અને નારાયણ રાણેએ બંગલાના પ્લાનને મંજૂરી આપતી વખતે તેમને ફાળવવામાં આવેલી એફએસઆઇનો ઉપયોગ કરી લીધો છે.આમ તેમના દ્વારા કરવામાં આવેલું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છે અને તેથી શિવસેના અને અન્ય પક્ષ સાથેના રાજકીય દ્વેષનો પ્રશ્ન જ નથી ઊઠતો.