વરસાદના લીધે જમીન પોચી થઇ : UM રોડ પર વૃક્ષ તૂટી પડતા ત્રણ વાહનો દબાયા

122

સુરત : સુરતમાં વરસાદ વરસી રહ્યો અને વરસાદના માહોલના પગલે વિવિધ વિસ્તારમાં આજે બે ઝાડ તુટી પડયા હતા.જેમાં ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે આજે સવારે અચાનક વૃક્ષ તૂટી પડતા કાર અને બે ટુ વ્હીલ દબાય ગયા હતા.જયારે બીજા બનાવમાં કાપોદ્રામાં વૃક્ષ ધસી પડયુ હતુ.જેના લીધે ઘટના સ્થળે ભાગદોડ થઈ જવા પામી હતી.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે ગણેશ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં રહેતા વ્યક્તિઓએ વાહનો પાર્ક કર્યા હતા.જોકે આજે વહેલી સવારે અચાનક ત્યાં એક ઝાડ તૂટીને એક કાર અને એક બાઈક અને એક ઇલેક્ટ્રિક મોપેડ પર પડતા દબાઈ ગયા હતા.

જેના લીધે ત્યાં રહેતા લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી અને નજીકમાં મુકેલા વાહનો ખસેડાયા હતા.આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા મજુરાગેટ ફાયર સ્ટેશન ગાડી અને ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.જોકે ફાયર જવાનોએ દબાય ગયેલા વાહનોને બહાર કાઢવામાં અને ઝાડની ડાળી કાપીને સાઈડમાં ખસેડતા એકથી દોઢ કલાક સુધી કામગીરી કરી હતી.જોકે વરસાદના લીધે ઝાડ તુટી ગયુ હતુ.

પણ જેમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસર અક્ષય પટેલ જણાવ્યું હતું.બીજા બનાવમાં કાપોદ્રામાં મરધા કેન્ડ્ર પાસે ઉમિયા માતાના મંદિર નજીક આજે સવારે અચાનક ઝાડ તુટી પડયુ હતુ.જેથી ફાયરજવાનોને જાણ થતા ત્યાં દોડી થઇને કામગીરી હાથ ધરી હતી.આ બનાવમાં ઇજા જાનહાનિ થઇ ન હતી.

Share Now