બૅન્ક કર્મચારીઓની ૨૭ જૂનની હડતાલ મુલતવી રાખવામાં આવી

164

અમદાવાદ : બેન્ક કર્મચારીઓના કામકાજના દિવસો સપ્તાહના પાંચ જ દિવસ કરી દેવાનીઅને પેન્શન સુધારા સાથેની પાંચ માગણીઓ સાથે ૨૭મી જૂને બેન્ક કર્માચરીઓએ પાડવા ધારેલી હડતાલ મુલતવી રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારના શ્રમ મંત્ર્યાલયને ચીફ લેબર કમિશનરે બેન્ક કર્મચારીઓની પેન્શન સુધારા અને અઠવાડિયાના પાંચ દિવસ જ બેન્કિંગનું કામકાજ ચાલુ રાખવાની માગણી અંગે ચર્ચા વિચારણા કરીને સમાધાન શોધવાના પ્રયાસકરવાની તૈયારી દર્શાવતા બેન્ક કર્મચારીઓની હડતાલને પાછી ઠેલવામાં આવી છે.ડિસેમ્બર ૨૦૨૧માં સહમતી સધાયા પછીય ઇન્ડિયન બેન્કિંગ એસોસિયેશને બેન્ક કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કોઈ જ ગંભીર પ્રયાસ કર્યો નથી.આ માટે આઈબીએએ બેન્કર્સ સાથે ચર્ચા વિચારણા પણ કરી નથી.ઇન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી કર્મચારીઓની માગણીના સંદર્ભમાં કોઈ ખાતરી પણ આપવામાં ન આવતી હોવાની બેન્ક કર્મચારી યુનિયનોની ફરિયાદ છે.

Share Now