આ રિપૉર્ટ વિરુદ્ધ અરજી દાખલ કરનારી જાકિયા જાફરીને કૉર્ટે શુક્રવારે આકરો ઝટકો આપ્યો છે.કૉર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.ગુજરાત રાયટ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપનારા એસઆઇટી રિપૉર્ટને સુપ્રીમ કૉર્ટે યોગ્ય માન્યો છે.આ રિપૉર્ટ વિરુદ્ધ અરજી દાખલ કરનારી જાકિયા જાફરીને કૉર્ટે શુક્રવારે આકરો ઝટકો આપ્યો છે.કૉર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.હકિકતે,2002માં થયેલા રાયટ્સની તપાસ માટે એસઆઇટી બનાવવામાં આવી હતી.આ એસઆઇટીએ પોતાના રિપૉર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપી હતી.આ વિરુદ્ધ જાકિયા જાફરીએ સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી.જાકિયાના પતિ અને કૉંગ્રેસ નેતા એહસાન જાફરીની 28 ફેબ્રુઆરીના 2002ના અમદાવાદની ગુલબર્ગ સોસાઇટીમાં હિંસા દરમિયાન મૃત્યુ થયું.