બળવાખોર વિધાનસભ્યોને રાખવા ગુવાહાટીની હોટેલની ૭૦ રૂમનો ચાર્જ, રોજના 8 લાખ રૂપિયા

101

હોટેલનાં સૂત્રો અને સ્થાનિક રાજકારણીઓના જણાવ્યા પ્રમાણે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલની રૂમોનું સાત દિવસનું ભાડું ૫૬ લાખ રૂપિયા છે.આ ઉપરાંત તેમના ભોજન અને અન્ય સેવાઓનો ખર્ચ દૈનિક આઠ લાખ રૂપિયા છે.

ગુવાહાટીની જે ફાઇવસ્ટાર હોટેલમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો રોકાયા છે એ ઉદ્ધવ ઠાકરે સરકાર માટે રાજકીય કટોકટી બનેલી હાલની સ્થિતિમાં મહત્ત્વના કેન્દ્ર તરીકે ઊભરી આવી છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સાત દિવસ માટે ૭૦ રૂમ બુક કરવામાં આવી છે.હોટેલનાં સૂત્રો અને સ્થાનિક રાજકારણીઓના જણાવ્યા પ્રમાણે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલની રૂમોનું સાત દિવસનું ભાડું ૫૬ લાખ રૂપિયા છે.

આ ઉપરાંત તેમના ભોજન અને અન્ય સેવાઓનો ખર્ચ દૈનિક આઠ લાખ રૂપિયા છે.હોટેલમાં ૧૯૬ રૂમ છે.વિધાનસભ્યો અને તેમની ટીમ માટે ૭૦ રૂમ બુક કરાઈ છે.હોટેલનું મૅનેજમેન્ટ નવાં બુકિંગ સ્વીકારતી નથી અને ફક્ત કૉર્પોરેટ સોદાઓ માટે અગાઉથી બુક કરી ચુકાઈ હોય તેમને જ પ્રવેશવા દેવાય છે.બૅન્ક્વેટ પણ બંધ છે અને હોટેલમાં રોકાયેલા લોકો સિવાય બહારના લોકો માટે રેસ્ટોરાં પણ બંધ છે.સમગ્ર ઑપરેશનના ખર્ચમાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અને પરિવહનની અન્ય વ્યવસ્થાઓની સાથે-સાથે એવા ખર્ચા પણ સામેલ છે જેના વિશે હજી સુધી જાણકારી મળી નથી.

Share Now