વાયનાડમાં રાહુલ ગાંધીની ઑફિસમાં તોડફોડ, CMએ આપ્યું કાર્યવાહીનું આશ્વાસન

105

આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી તપાસની વાત કરી છે કેરળના વાયનાડમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી છે.ઇન્ડિયન યુથ કૉંગ્રેસે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે SFIના ઝંડા સાથે આવેલા કેટલાક ગુંડાઓએ રાહુલ ગાંધીની વાયનાડ ઑફિસની દિવાલ પર ચઢીને ઓફિસમાં તોડફોડ કરી હતી.આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી તપાસની વાત કરી છે.કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે “આ પોલીસની હાજરીમાં થયું છે.આ સીપીએમ નેતૃત્વનું સ્પષ્ટ કાવતરું છે.ED છેલ્લા 5 દિવસથી તેમની પૂછપરછ કરી રહી છે.મને ખબર નથી કે કેમ કેરળ સીપીએમ નરેન્દ્ર મોદીની જેમ કૉંગ્રેસી નેતા પર હુમલો કરવાના માર્ગે જઈ રહ્યું છે.મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી પગલાં લેશે.”

Share Now