સુરત : સુરત મ્યુનિ.ની જાહેર બાંધકામ સમિતિમાં કતારગામ વિસ્તારમાં એડવાન્સ લાઈબ્રેરીના અંદાજ મંજુર થવા સાથે સાથે ૫૪ કરોડના ખર્ચે 884 પ્રેક્ષકોની ક્ષમતા વાળું ઓડિટોરીયમ બનાવવા માટેના અંદાજ પણ મંજુર કરવામાં આવ્યા છે.સુરત મ્યુનિ.ના દરેક ઝોનમાં ઓડિટોરીયમ બને તે માટે લાંબા સમયથી આયોજન કરવામાં આવ્યું હતું.કતારગામ ઝોનમાં પણ ઓડિટોરીયમ માટે વર્ષ ૨૦૧૭માં કન્સલન્ટ ની નિમણુંક કરવામાં આવી હતી.જોકે,તે સમયે ઓડિટોરીયમ માટે જે જગ્યા જોઈતી હતી તે જગ્યા પૂરતી ન મળતાં આયોજન બાજુ મુકાયું હતું.
કતારગામની ટી.પી.સ્કીમ નં.35(કતારગામ)ફા.પ્લોટ નં.130 માં ઓડિટોરીયમ બનાવવા માટે 54 કરોડ રૂપિયા અંદાજ મંજુ૨ ક૨વામાં આવ્યા છે.૨૦૧૭માં જ્યારે કન્સલન્ટન્ટ નિમણુંક કરવામાં આવી ત્યારે 884 પ્રેક્ષકો વાળું ઓડિટોરીયમ બને તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.જોકે,પાલિકા એ જે જગ્યાએ હાલ ઓડિટોરીયમ મંજુર કર્યુ હતું તેના પુરા કબજા મળ્યા ન હોવાથી થોડા સમય માટે આયોજન બાજુ મુકાયું હતું.
ઓડિટોરીયમ બનાવવા માટે ફાળવવામાં આવેલ કુલ11721 ચો.મી નો પુરેપુરો કબજો મળતા હવે ફરીવાર અંદાજો તૈયાર કરાયા હતા.જેમાં કન્સલ્ટન્ટ દ્વારા ડિટેઈલ અંદાજો રજૂ કરી 884 પ્રેક્ષકોની ક્ષમતા વાળું તેમજ ૨ ફૂલોરનું પાર્કિંગ માટેના ઓડિટોરીયમ માટે ૫૪.૪૨ કરોડના અંદાજ બનાવ્યા હતા જે અંદાજ જાહેર બાંધકામ સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે.તેથી આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે