સાપુતારા : મળતી માહિતી મુજબ તા.26/6/22ના રોજ સાંજે 4:30 કલાકે સુરત પાર્સિંગની GJ.05.RP.7848..નંબર ની ગાડીમાં સુરતના પતી પત્ની ડાંગ જીલ્લામાં સહેલગાહે આવેલ હતાં બરડીપાડા થી કાલીબેલ તરફ જતાં રસ્તો ખુબજ ખરાબ હોય મોટા ખાડાઓ બચાવવા જતા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ કાર આઠ ફૂટ ઊંડે કોતરડામાં ખાબકતા બન્ને ને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે આ અકસ્માતમાં એક નો હાથ ફેક્ચર થતાં તાત્કાલિક સારવાર માટે આસપાસના વિસ્તારના લોકો તથા અન્ય વાહન ચાલકોએ આવીને ઈજાગ્રસ્તોને બહાર કાઢી ઇકો કારમાં કાલીબેલ પીએચસી લઇ જવામાં આવ્યા હતાં સ્થાનિકોનુ કહેવું છે કે આ રસ્તા પર અસંખ્ય અકસ્માતો થઈ રહ્યાં છે રસ્તાનું નવીનીકરણ કરવા બાબતે ડાંગના સામાજિક કાર્યકર્તા ગીરીશભાઈ ગીરજલી દ્વારા ઘણા આવેદનપત્રો,
ફરિયાદો જિલ્લાના કલેક્ટર સાહેબ,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયતના પ્રમુખ,રોડ મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણશભાઈ મોદી વગેરેને કરી પણ કોઈએ ધ્યાનમાં લીધું નથી.જો અકસ્માતમાં કોઈ પણ મૃત્યુ પામશે તો સંપૂર્ણ જવાબદારી ડાંગના લગતા વળગતા અધિકારીશ્રીઓની જ રહેશે હવે ડાંગનું વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક રોડ નું સમારકામ કરી આપે અને ચોમાસા પછી રોડનું નવીનીકરણ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે