વાવ SRP ના જવાને આર્થિક સ્થિતિના કારણે એલોપેથીની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

133

બારડોલી : કામરેજના વાવમાં SRP.માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નોકરીએથી છૂટી ઘરે જતી વખતે પલસાણા નજીક હાઇવે પર ગાડી થોભાવી ગાડીમાં રહેલી 10 વધુ એલોપેથીકની વિવિધ દવાઓ પી લેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતુ

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે સીંધોઇ ખાતે રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પટેલ(ઉ.વ.30)નાઓ છેલ્લા કેટલાક વર્ષથી કામરેજના વાવ ખાતે આવેલ SRP.ગ્રૂપ 11 માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગત શુક્રવારના મોડી સાંજે 7 વાગ્યાના અરસામાં નોકરીએથી પોતામાં ઘરે સીંધોઇ જતી વખતે પલસાણા થી બારડોલી તરફ જતા રોડ પર મલેકપોર ગામના પાટીયે કાર થોભાવી ગાડીમાં રહેલી 10 થી વધુ એલોપેથીકની જુદીજુદી દવાઓ પી લેતા બેભાન થઈ

ગયા હતા ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પલસાણા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કોન્સ્ટેબલને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા જતા જોકે હાલ કોન્સ્ટેબલ ભાનમાં હોવાનું જાણવા મળ્યું હતું ઘટના અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા કોન્સ્ટેબલે લીધેલી કારના બેંકમાં હપ્તા છેલ્લા કેટલાક સમયથી ભરી શકતો નહિ હોવાથી તેમજ પત્નીની ડિલિવરી જેવા ઘરના પ્રસંગોમાં આર્થિક સંકડામણ પડતા હતાશ થયેલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો

Share Now