બારડોલી : ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ બારડોલી ખાતે પોલીસ બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.બેન્ડ સાથે બી.એ.બી.એસ.હાઈસ્કૂલથી સ્વરાજ આશ્રમ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા નગરજનો જોડાયા હતા.પોલીસ બેન્ડ પ્રદર્શનનો મુખ્ય કાર્યક્રમ શહેરની બી.એ.બી.એસ. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.જેમાં ડી.વાય.એસ.પી.ભાર્ગવ પંડ્યા, બારડોલી પી.આઈ.એન.એમ.પ્રજાપતિ,બારડોલી નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદથી આવેલ પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.પોલીસ જવાનોએ અલગ અલગ ધૂન વગાડી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા.કાર્યક્રમ બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બી.એ.બી.એસ.હાઈસ્કૂલ થી નીકળી સ્ટેશન રોડ થઈ સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી.જ્યાં રેલીનું સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.રેલીનું સ્વરાજ આશ્રમમાં સમાપન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં NCC કેડેટ્સ પણ જોડાયા હતા.પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલ સંગીતની લોકોએ ખૂબ સરાહના કરી હતી