બળવાખોરોના બે તૃતીયાંશ બહુમત પર ટીમ ઠાકરે રમી નવો કાયદાકીય દાવ

149

મુંબઈ : તા.27 જૂન 2022 સોમવાર : મહારાષ્ટ્રમાં બાગીઓની વધતી તાકાત વચ્ચે શિવસેનાનુ ઠાકરે જૂથ ચાલાકીથી પોતાના પગલા આગળ વધારી રહ્યુ છે જ્યારે બાગીઓના જૂથમાં તેમના 9મા મંત્રી પણ રવિવારે સામેલ થઈ ગયા.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના જૂથે કાયદાકીય દાવપેચના સહારે એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે ભલે બાગી જૂથ પાસે 55માંથી 40 થી વધારે ધારાસભ્ય થઈ ગયા હોય પરંતુ એ વધારે મહત્વનુ છે.

મુંબઈમાં રવિવારે શિવસેના સાંસદ અરવિંદ સાવંત સીનિયર એડવોકેટ દેવદત્ત કામતની સાથે પ્રેસ સામે આવ્યા. કામતે કહ્યુ,એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે માત્ર બે તૃતીયાંશ બહુમત હોવાના કારણે તેમને અયોગ્યતાનો સામનો કરવો પડશે નહીં.તમે કોઈ પણ બંધારણના જાણકારને પૂછો તો ખબર પડશે કે આ ખોટુ છે.બે તૃતીયાંશ બહુમતનો તર્ક ત્યારે લાગુ થાય છે જ્યારે તે કોઈ અન્ય દળ સાથે મળી ગયા હોય.

તેમણે કહ્યુ,અયોગ્યતાની કાર્યવાહી 16 બાગી ધારાસભ્યો વિરુદ્ધ શરૂ કરી દેવાઈ છે.કેટલાક જજમેન્ટ છે…સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ધારાસભ્યોનુ સદનની બહાર પણ પાર્ટી વિરોધી કૃત્ય અયોગ્યતા હેઠળ આવે છે. કામતે જનતા દળ યુનાઈટેડ શરદ યાદવને અયોગ્ય ઠેરવ્યાનો પણ હવાલો આપ્યો,કેમ કે તેઓ નીતીશ કુમારના વિરોધી લાલુ પ્રસાદ યાદવની રેલીમાં સામેલ થયા હતા.

કામતે કહ્યુ,કોઈ બીજા રાજ્યમાં જવુ,એક બીજેપી શાસિત રાજ્યમાં,બીજેપી નેતાઓને મળવુ,સરકારને પાડવાનો પ્રયાસ કરવો,સરકાર વિરુદ્ધ પત્ર લખવા,આ બધુ જ ઉલ્લંઘન છે.આ સ્પીકરને આપવામાં આવેલી અમારી અરજીમાં છે.વરિષ્ઠ એડવોકેટે કહ્યુ,તેઓ કહી રહ્યા છે કે ડેપ્યુટી સ્પીકરનો કોઈ ક્ષેત્રાધિકાર નથી,આ સમગ્ર રીતે ખોટુ છે.સ્પીકરની ગેરહાજરીમાં,ડેપ્યુટી સ્પીકરની પાસે સમગ્ર શક્તિઓ હોય છે.અમે તમામ 16 બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરીશુ જેથી તેઓ ચૂંટણીનો સામનો કરે.

Share Now