આઇટીના ત્રણ કર્મચારીઓએ રૃ. ૧.૩૯ કરોડના ટીડીએસ રિફન્ડની રકમની ઉચાપત કરી

221

નવી દિલ્હી : સીબીઆઇએ ટીડીએસ પરત આપવા માટેની આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સિસ્ટમનો દુરુપયોગ કરીને બનાવટી ટીડીએસ મેળવવા બદલ આવકવેરા વિભાગના ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ તપાસ શરૃ કરી છે.સીબીઆઇએ જોઇન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, મુઝફફરનગરની ફરિયાદને આધારે એફઆઇઆર દાખલ કરી છે.જોઇન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, મુઝફફરનગરે આવકવેરા વિભાગના ગુ્રપ સીના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.આ કર્મચારીઓ પર એસેસિંગ અધિકારીઓના આરએસએ ટોકનનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આરએસએ એક એવી સિસ્ટમ છે જે ઓટોમેટિક દર ૬૦ સેકન્ડે યુઝરનો પાસવાર્ડ બદલી નાખે છે.એફઆઇઆર દાખલ કર્યા પછી એજન્સીએ અનેક સ્થળોએ તપાસ શરૃ કરી છે.સીબીઆઇએ આ કેસની તપાસમાં આવકવેરા વિભાગના ત્રણ અધિકારીઓ અભય કાંત,સૌરભ સિંહ અને રોહિત કુમારના નામનો ઉલ્લેખ કર્યો છે.આવકવેરા વિભાગે આરોપ મૂક્યો છે કેઆ અધિકારીઓએ એક ઓગસ્ટ,૨૦૨૦થી ૨૫ ઓગસ્ટ,૨૦૨૧ સુધીના સમયગાળામાં છેતરપિંડી આચરીને ૧.૩૯ કરોડ રૃપિયાના રિફંડ પ્રાપ્ત કર્યા હતાં.આ કૌભાંડનો પર્દાફાશ એ સમયે થયો જ્યારે એસેસિંગ અધિકારીઓએ આઇટી એક્ટની કલમ ૧૫૪ હેઠળ એવા કરદાતાઓની રિફંડની જાણ થઇ જે તેના દાયરાના સંબધિત ન હતી.એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે છેતરપિંડી દ્વારા પ્રાપ્ત કરેલી રકમમાંથી ૩૫ લાખ રૃપિયા સરકારી ખાતાઓમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

Share Now