સુરત : પાંડેસરામાં રવિવારે રાત્રે એક મકાનના ઉપરના માળની ગેલેરી તૂટીને ગ્રાઉન્ડ ફલોર પર બેસેલા ચાર જેટલા યુવાનનો પર પડતા સ્થળ ઉપર ભાગદોડ મચી ગઈ હતી.જેમાં એક યુવાને ગંભીર ઇજા થતા મોતને ભટયો હતો.જયારે ઇજા પામેલા ત્રણ પૈકી એકને નવી સિવિલમાંં દાખલ કર્યો છે.જયારે બેને સામાન્ય ઇજા થઇ હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા ખાતે ધર્માનગરમાં રહેતો ૩૫ વર્ષીય અજય રામશંકર સીંગ રવિવારે ચાર જેટલા પરિચિત વ્યકિતઓ સાથે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર બેસેલા હતા.તે સમયે અચાનક મકાનના ઉપરના માળની ગેલેરીનો ભાગ તૂટીને ચારે વ્યકિતઓ પર પડયો હતો.જયારે ગેલેરીનો ભાગ પડવાનો આવાજ સાંભળી સ્થાનિકોમાં ગભરાઇને નાસભાગ અને અફડાતફડી મચી ગઇ હતી.આ અંગે જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
જેમાં વધુ ઈજા પામેલા અજય અને ઉમેશ લાલબાબુ પટવા(ઉ-વ-૪૫)ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યા ફરજ પરના ડોકટરે અજયને મૃત જાહેર કર્યો હતો.જયારે ઉમેશને વોર્ડમાં દાખલ કર્યો છે.જોકે બે વ્યકિતને સામાન્ય ઇજા થઇ હોવાનું સ્થાનિક સુત્રો કહ્યુ હતુ.નોધનીય છે કે અજય મુળ બિહારનો વતની હતો.તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તે વેલ્ડીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આ અંગે પાંડેસરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.