સુરત : અડાજણની મહિલાએ ૧૧ દિવસ પહેલા પોતાના જોડીયા બાળકોને નવી સિવિલમાં તરછોડી ગઈ હતી.જોકે તેને પોતાના બાળકોની યાદ આવતા સિવિલમાં પરત આવેલી મહિલાનો એક બાળકનું સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત નીંપજયુ હતુ.
સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણ ખાતે હરિ ચંપા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી ૩૫ વર્ષીય રેણુ મહેશ વણઝારા ગત તા.૧૫મી મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલા પ્રસુતિ થતા બે બાળકોને જન્મ આપ્યો હતો.બાદમાં ગત તા.૧૬મીએ સવારે મહિલા અચાનક વોર્ડ બંને બાળકોને મૂકીને ગાયબ થઇ ગઈ હતી.આ અંગે વોર્ડના ડોકટરે સિવિલ પોલીસ ચોકીના પોલીસને જાણ કરી હતી.બાદમાં ખટાદરા પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે મહિલાને પોતાના બાળકોની યાદ આવતા ગત તા.૧૭મીએ સિવિલમાં આવી હતી.ત્યારે તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઘર પાસે આવેલા શૌચાલયમાં ન્હાવા માટે ગઈ હતી.બાદમાં તેને દુઃખાવો થતાં ઘર પાસે બંધ દુકાનની સામે સુઈ ગઈ હતી.જયારે મહિલાના એક બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત થયુ હતુ