પીપલોદના લેકવ્યુ ગાર્ડનના રિનોવેશન કરાયાના બે વર્ષ બાદ બોટીંગ શરૃ થશે

126

સુરત : સોમવારસુરતના વર્ષો જૂના પીપલોદ સ્થિત લેક વ્યુ ગાર્ડન ના રિનોવેશન બાદ તેમાં બે વર્ષથી બોટીંગની કામગીરી શરૃ કરવામાં આવી ન હતી.હવે ચોથી વખત ટેન્ડર બહાર પડાયા તેમાં ટેન્ડરરે વાર્ષિક રૃા.4.11 લાખની ઓફર આપી છે.જેથી આગામી સમયમાં બોટીંગની સુવિધા મળશે.

સુરત શહેરમાં પાલિકાના ત્રણ લેક ગાર્ડન માં બોટીંગની સુવિધા છે તેમાં કતારગામ,ઉગત અને પીપલોદ લેક વ્યુ ગાર્ડન માં બોટીંગ સુવિધા હતી.પણ પીપલોદ ગાર્ડન ટોરેન્ટ પાવરને પીપીપી ધોરણે અપાયો ત્યારે અધિકારીઓએ બેદરકારી દાખવી તેમાં તળાવનો ઉલ્લેખ કર્યો નહોતો.જેથી બે વર્ષ પહેલા રિનોવેટ થઇ ગયેલા પીપલોદ લેકવ્યુ ગાર્ડનમાં બોટીંગની સુવિધા શરૃ થઇ શકી નહોતી.

હવે બોટીંગ માટે ટેન્ડર બહાર પડાયા હતા તેમાં ઈજારદાર રાજયોગ પોલીટેક પ્રા.લી વાષક ઓફર રૃ.4.11 લાખની ઓફર આપી છે અને દર વર્ષે 5 ટકાના વધારા સાથે કુલ ૫ વર્ષના કોન્ટ્રાક્ટ માટે તૈયારી બતાવી છે.જેના પર આગામી બેઠકમાં ગાર્ડન સમિતિ બેઠક કરશે.બોટીંગ સુવિધા માટે અગાઉ ત્રણવાર ટેન્ડર બહાર પડાયા હતા પણ કોઇ એજન્સીએ રસ દાખવ્યો નહોતો.હાલમાં ઓફર આવી તેમા અન્ય એક એજન્સી હાઈડ્રો ડાયવર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા રૃ.1.48 લાખની વાષક ઓફર આપી હતી.

Share Now