ભાવનગરની કૉલેજમાં ભાજપના પેજ પ્રમુખ બનવા માટેની સુચના બાદ આમ આદમી પાર્ટીનો વિરોધ

117

સુરત : ભાવનગરની મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓને ભાજપના પેજ પ્રમુખ બનવા અપાયેલી લેખિત સૂચનાનો સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે.સુરતમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ કહ્યું હતું કે,આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત થઈ રહી છે તેના કારણે ભાજપ ડઘાઈ ગયું છે.પોતાની ઇમેજને બનાવવા માટે ભાજપના નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે.

ભાવનગરના એક કોલેજના મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને નોટિસ કાઢીને ભાજપના પ્રમુખ બનવા માટે જણાવ્યું છે.આ મહિલાઓનું અપમાન છે તેના માટે ભાજપ પ્રમુખ પાટીલે જાહેરમાં જવાબ આપવો જોઈએ તેવી વાત કરી હતી.આ મુદ્દે ભાવનગરમાં પણ વિરોધ કરવામાં આવશે અને સુરતમાં પણ આગામી દિવસોમાં વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ભાવનગરની કોલેજની મહિલા પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ આપ પાર્ટી શુ સ્ટેન્ડ લેશે? તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે મહિલા પ્રિન્સીપાલ રાજીનામું આપ્યું છે અને આ કૃત્ય ભાજપના ઇશારે જ થયું છે તેથી વિરોધ કરવામાં આવશે.

Share Now