પાલનપુરની પરિણીતાને પારિવારીક સંબંધી યુવાનની બિભત્સ કનડગત

113

સુરત : તા.27 જુન 2022,સોમવાર : સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાની એકલતાનો લાભ લઇ બાહુપાશમાં લેવા ઉપરાંત કોઇના કોઇ બહાને ટચ કરવાની સાથે બિભત્સ ઇશારા કરી છેલ્લા દસ વર્ષથી કનડગત કરનાર પારિવારીક સંબંધ ધરાવતા પરિણીત યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે.પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠા(ઉ.વ.33 નામ બદલ્યું છે)ને છેલ્લા દસ વર્ષથી પારિવારીક સંબંધ ધરાવતો અજય નાનુભાઇ ભાલોડીયા(રહે.રાજકોટ)કનડગત કરી રહ્યો છે.લગ્ન બાદ ધર્મિષ્ઠા પતિ સાથે વાપી રહેવા ગઇ ત્યારે પ્રથમ વખત નણંદ સાથે અજય ધર્મિષ્ઠાને ઘરે ગયો હતો.ત્યાર બાદ કોઇને કોઇ બહાના હેઠળ અજય ધર્મિષ્ઠાને ઘરે આવ-જા કરતો હતો અને રાત પણ રોકાતો હતો.

દરમિયાનમાં ધર્મિષ્ઠાની એકલતાનો લાભ લઇ તેને પોતાની બાહુપાશમાં જકડી લઇ અજયે તું લગ્ન કરીને આવી ત્યારથી મને ગમે છે,તું મારી થઇ જા,નહીં તો તને તારા પતિના ઘરમાં પણ રહેવા નહીં દઉં એવી ધમકી આપી હતી.અજયની હરકતથી ચોંકી જનાર ધર્મિષ્ઠાએ પતિ અને સસરાને જાણ કરી હતી.પતિ અને સસરાએ અજયને સમજાવવા છતા પણ તે પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો અને ચાન્સ મળે એટલે તેને ધર્મિષ્ઠાને ટચ કરતો હતો.રાજકોટ ખાતે અજયના લગ્ન બાદ તેના ઘરે જમણવારનો કાર્યક્રમ હતો.ત્યારે રસોડમાં રસોઇ કરી રહેલી અજયની પત્ની બહાર જતા વેંત પાછળથી પકડી લઇ અશ્લીલ ઇશારા કરી તું મારૂ કંઇ બગાડી શકવાની નથી.રૂમમાં ધર્મિષ્ઠા પુત્રને ફીડીંગ કરાવી રહી હતી ત્યારે હાથ ધોવાના બહાને રૂમમાં ઘુસી જઇ ગંદી નજરે જોઇ બિભત્સ શબ્દો પણ ઉચ્ચાર્યા હતા.

Share Now