મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મનસેના પ્રમુખ રાજ ઠાકરે સાથે શિવસેનાના બંડખોર ધારાસભ્ય એકનાથ શિંદે સાથે આજે બે વખત ફોન પર ચર્ચા કરી હતી તેમાં રાજ્યની તાજેતરની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.એટલું જ નહીં તેમના સ્વાસ્થ્ય વિશે પણ પૃચ્છા કરી હતી.પોતાને કટટર શિવસૈનિક માનતી તરીકે શિંદે ગુ્રપ ભાજપને બદલે મનસેમાં જોડાય એવી શક્યતા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.શિંદે અને રાજ ઠાકરેના સતત ફોન સંપર્કથી આ અટકળોને વેગ મળ્યો છે.
જ્યારે બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે એકનાથ શિંદેએ રાજ ઠાકરેની તબિયતની પૃચ્છા માટે ફોન કર્યો હતો.પરંતુ બન્ને વચ્ચે જોડાણ બાબતે ચર્ચા થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.હિંદુત્વ સહિતના મુદ્દે મનસેનું વલણ શિવસેનાના બળવાખોરોને માફક આવે તેમ છે.વિધાનસભામાં શિવસેનાના અલગ જૂથ તરીકે માન્યતા મેળવવાની કાનૂની કવાયત કરતાં મનસે જેવા પક્ષમાં જોડાઈ જવાનું પણ તેમના માટે વધારે સરળ છે.