
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી હસ્તીઓ માટે મોટા ભાગે એવી જ ગિફ્ટ પસંદ કરે છે કે જેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કલાત્મક પરંપરાઓ રજૂ થાય.G7 સમિટમાં જુદા-જુદા દેશોના નેતાઓ માટે તેમણે એવી જ ગિફ્ટ્સ પસંદ કરી હતી.વડા પ્રધાને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોની ઓળખ સમાન ઉત્કૃષ્ટ કલાત્મક વસ્તુઓ પસંદ કરી છે.આવો જાણીએ કે પીએમ મોદીએ કયા ગ્લોબલ લીડરને કઈ ગિફ્ટ આપી.
૧) પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝ માટે ખાસ નકશીકામવાળું માટલું ગિફ્ટમાં આપ્યું છે.નિકલની પૉલિશવાળું અને હાથથી બનાવવામાં આવેલું પિત્તળનું આ વાસણ યુપીના મુરાદાબાદ જિલ્લાની એક ઉત્કૃષ્ટ કૃતિ છે.
૨) અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન માટે ગુલાબી મીનાકારીના બ્રોચ અને કફલિન્ક્સનો સેટ ગિફ્ટમાં આપવામાં આવ્યો છે.ગુલાબી મીનાકારી એ વારાણસીનું જીઆઇ-ટૅગ ધરાવતું કલાનું સ્વરૂપ છે.
૩) વડા પ્રધાન મોદીએ યુકેના પીએમ બૉરિસ જોનસનને બુલંદશહરમાંથી પ્લૅટિનમ પેઇન્ટેડ ટી-સેટ ગિફ્ટમાં આપ્યો હતો.આ વર્ષે ક્વીનની પ્લૅટિનમ જ્યુબિલી ઊજવાઈ રહી છે ત્યારે એને ધ્યાનમાં રાખીને આ ક્રૉકરીની આઉટલાઇન પ્લૅટિનમ મેટલ પેઇન્ટથી કરવામાં આવી છે.
૪) ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોંને પીએમ મોદીએ ઝોરદોઝી બૉક્સમાં‘ઇતર’ની બૉટલ્સ ગિફ્ટમાં આપી હતી.આ બૉક્સ પર લખનઉમાં કોતરણી કરવામાં આવી છે.આ બૉક્સમાં અત્તર મિત્તી,જાસ્મિન ઑઇલ
અત્તર શમમ,અત્તર ગુલાબ સહિત કેટલીક વસ્તુઓ છે.
૫) રામાયણની પરંપરા ઇન્ડોનેશિયાની સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે ત્યારે મોદીએ એના પ્રેસિડન્ટને‘રામ દરબાર’ની ગિફ્ટ આપી હતી.