સુરત : સચીન જીઆઇડીસીમાં પ્રેમ પ્રકરણમાં યુવાને,વરાછામાં માનસિક બિમારીમાં રત્નકલાકારનો,સીટીલાઇટમાં યુવતી,ઉધનામાં યુવાન અને સચીનમાં યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ.નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં રહેતો ૨૨ વર્ષીય આદેશ રઈદાસ એ સોમવારે સવારથી સાંજ દરમિયાન ઘરમાં છતના પંખા સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.પોલીસે જણાવ્યું કે આદેશના બહેનની જેઠાણીની પુત્રી સાથે પ્રેમ સંબધો હતા.જોકે પ્રમિકા સાથે કદાચ આદેશની બોલાચાલી થઇ હશે ? જેથી તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે.તે મુળ ઉતરપ્રદેશના ફતેપુરનો વતની હતો.તે મજુરી કામ કરતો હતો.
બીજા બનાવમાં સચીનમાં બરફ ફેકટરી પાસે અંજટાનગરમાં રહેતો ૨૯ વર્ષીય રાજુ ઉર્ફ રમેશ આદિત્ય ચૌહાણે આજે સવારે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં પતરાના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.તે મુળ બિહારના જહાંનાબાદનો વતની હતો.તેને બે સંતાન છે.તે જરીકામ કરતો હતો.આ બંને બનાવ સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ આદરી છે.
ત્રીજા બનાવમાં વરાછામાં સીતાનગર ચોકડી પાસે ઇશ્વરનગર સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય સંજય સિયર બાંભમિયા સોમવારે બપોરે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે સંજય મુળ ભાવનગરમાં મહુવા તાલુકાના ભાદરોડ વતની હતો.તેને લાંબા સમયથી માંથામાં તકલીફ અને માનસિક બિમારીના લીધે કટાંળી ગયા હોવાથી આ પગલુ ભર્યુ હતુ.તેને એક સંતાન છે. તે રત્નકલાકાર તરીકે કામ કરતો હતો.વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવમાં સીટીલાઇટના ચંદન પાર્ક પાસે યુ.પી નગરમાં રહેતી ૧૯ વર્ષીય અનિતા હિઉકે કામી સોમવારે સાંજે ઘરે કોઇ કારણસર છતના લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.તે મુળ નેપાળના કૈલાલીની વતની હતી.તે અને તેની માતા ઘર કામ કરે છે.ઉમરા પોલીસે તાપસ શરૃ કરી છે.પાંચમાં બનાવમાં ઉધનામાં પટેલનગરમાં રહેતો ૩૫ વર્ષીય રોહિત અજીત પ્રતાપસિંગ સોમવારે બપોરે ઘરમાં અગમ્ય કારણસર છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.તે મુળ ઉતરપ્રદેશનો વતની હતો.તે સંચાખાતામાં કામ કરતો હતો.ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.