કાશી વિશ્વનાથ ધામમાં વીજળી પડી, માંધાતેશ્વર મંદિરના શિખરનો એક હિસ્સો ધ્વસ્ત

105

વારાણસી : તા.29 જૂન 2022 બુધવાર : વારાણસીના લોકોને ભીષણ ગરમી બાદ કંઈક રાહત મળી. ઝડપી પવન સાથેના વરસાદે મોસમ ખુશનુમા બનાવી દીધુ.આ સાથે જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ.વિશ્વનાથ ધામમાં માંધાતેશ્વર મંદિરના શિખર પર વીજળી પડી.જેનાથી શિખરનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો. જોકે તે સમયે કોઈ ત્યાં હાજર ન હોવાથી જાનહાનિ પહોંચી નથી.

મહાદેવ મંદિરના પૂજારી માંગાતેશ્વરે જણાવ્યુ કે આકાશીય વિજળી પડવાથી બહુ મોટો ધડાકો થયો અને દૂર સુધી આનો ચમકારો જોવા મળ્યો.વરસાદ રોકાયા બાદ નુકસાનનો અંદાજો થયો.મંદિરના શિખરના અમુક ટુકડા જમીન પર પડી ગયા હતા.વરસાદના કારણે તમામ લોકો ઘરની અંદર હતા નહીંતર કોઈક મોટી દુર્ઘટના બની જાત.મંદિર વહીવટીતંત્રએ કાટમાળને હટાવ્યુ અને સમારકામના કામમાં જોડાઈ ગયા.
મંગળવારે વારાણસી સહિત પૂર્વાંચલના અમુક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો.છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાનો પહેલો વરસાદ રાહત બનીને આવ્યો.આ દરમિયાન કેટલાય વિસ્તારમાં ઝડપી પવન સાથે વરસાદ પડ્યો.વરસાદના કારણે વારાણસીમાં પારો 27 ડિગ્રીએ પહોંચી ગયો છે.

Share Now