જતાં-જતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદને સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ કરાવ્યું

122

આસામમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિમાં ૨૧ લાખ લોકો ફસાયા છે ત્યારે બીજી બાજુ બળવો કરીને ગુવાહાટીની હોટેલમાં પહોંચેલા વિધાનસભ્યો મોજમસ્તી કરી રહ્યા છે અને તેઓ જો સાચા શિવસૈનિક હોય તો તેઓ લોકોની મદદે પહોંચત.આવી ટીકા આદિત્ય ઠાકરેએ કર્યા બાદ એકનાથ શિદેએ તેમને જવાબ આપ્યો છે.તેમણે પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે ૫૧ લાખ રૂપિયા આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી.એક અઠવાડિયાથી હોટેલમાં રોકાયેલા ૫૦ વિધાનસભ્યો ગઈ કાલે સાંજે ગોવા જવા નીકળ્યા હતા.ગુવાહાટીથી નીકળતા પહેલાં તમામ વિધાનસભ્યોએ અહીંનાં પ્રખ્યાત કામાખ્યા દેવીનાં દર્શન કર્યાં હતાં.

એકનાથ શિંદેએ ગઈ કાલે સવારે ટ્વીટ કર્યું હતું કે આસામમાં પૂરગ્રસ્ત ભાઈઓની મદદ માટે શિવસેનાના તમામ વિધાનસભ્યો અને સહયોગી વિધાનસભ્યો દ્વારા આસામના મુખ્ય પ્રધાનના રાહત ફન્ડમાં ૫૧ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે‘આસામના મુખ્ય પ્રધાને કરેલું આહ્વાન આપણે સૌએ સાંભળ્યું હશે.જેઓ ગુવાહાટીમાં છે તેમની પાસેથી મારી એટલી જ અપેક્ષા છે કે તેઓ જો ખરેખર શિવસૈનિક હોય તો તેમણે ગુવાહાટીની આસપાસમાં આવેલા પૂર વિસ્તારમાં જઈને લોકોની સેવા કરવી જોઈએ.એક તરફ આટલું ભયંકર પૂર આવ્યું છે અને બીજી તરફ કોણ તેમને હોટેલમાં આટલી મજા કરાવે છે એ મને ખબર નથી.’

Share Now