રાહુલ દ્રવિડને વિરાટ કોહલી પાસેથી સદીની અપેક્ષા નથી, બસ ટીમ માટે આટલું કરવું…..

128

બર્મિંઘમ : તા.30 જૂન 2022,ગુરૂવાર : ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું કહેવું છે કે,તેઓ કોહલી પર મેચને જીતાડનારું પ્રદર્શન ઈચ્છે છે ભલે તે સદી ન ફટકારે.વિરાટ કોહલી નવેમ્બર 2019થી સદી નથી ફટકારી શક્યો નથી પરંતુ રાહુલ દ્રવિડે આ ધારણાને નકારી દીધી છે કે,27 ટેસ્ટમાં સદી ફટકારનારા કોહલીમાં પ્રેરણાનો અભાવ છે.

તેમણે કહ્યું કે,ખેલાડીઓ વિભિન્ન પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોય છે અને મને નથી લાગતું કે,વિરાટમાં પ્રેરણાનો અભાવ છે.હંમેશા ભાર સદી પર જ ન રહેવો જોઈએ.સાઉથ આફ્રિકા સામે કેપટાઉનમાં કપરી પરિસ્થિતિમાં 79 રન પણ યોગ્ય હતા.તે ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો ન હતો પરંતુ તે સારી ઈનિંગ હતી.તેણે એટલું ઊંચું ધોરણ સ્થાપિત કર્યું છે કે લોકો સદીને સફળતા માને છેપરંતુ કોચના દૃષ્ટિકોણથી હું તેની પાસેથી મેચ વિનિંગ યોગદાન ઈચ્છું છું પછી તે 50 હોય કે 60 રન.તમને જણાવી દઈએ કે,ભારતે 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે જેમાં કોહલી પર સિનિયર બેટ્સમેન તરીકે મોટી જવાબદારી રહેશે.ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું કહેવું છે કે તે ભારત સામે પુનરાગમન માટે પોતાની આંગળીઓને ક્રાસ કરી રહ્યો છે.એન્ડરસન જે આવતા મહિને 40 વર્ષનો થશે તે પગની ઘૂંટીમાં સોજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી સિરીઝના અંતિમ ટેસ્ટમાં નહોતો રમી શક્યો જેને ઈંગ્લેન્ડે 3-0થી જીતીને ક્લીન સ્વીપ કરી હતી.

Share Now