સોચા થા ક્યા, ક્યા હો ગયા…

101

એક્ઝૅક્ટલી આવા જ હાલ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન બનવાની જેમને ફરજ પડાઈ એ દેવેન્દ્ર ફડણવીસની હતી શિવસેનામાં બળવાનું મુખ્ય જોર અને એના માટેના બીજેપીના હીરોએ એકનાથ શિંદેને સીએમ બનવા દઈને માસ્ટર સ્ટ્રોક માર્યો છે એવી તમામ વાતો પર તેમને શિંદેના ડેપ્યુટી બનવાનો દિલ્હીથી આદેશ આપવામાં આવ્યો ત્યારે પાણી ફરી વળ્યું હતું‘સૌ સારું જેનો અંત સારો’એ ઉક્તિને સાચી માનીએ તો ગઈ કાલે સાંજે બીજેપીના કાર્યકરો એક ઉચ્ચ વૉલ્ટેજ ડ્રામાની કલ્પના કરી રહ્યા હતા,જેનો શપથગ્રહણ સમારોહના થોડા સમય પહેલાં દેવેન્દ્ર ફડણવીસને એકનાથ શિંદે કૅબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવા સાથે અંત આવ્યો હતો.

શરૂઆતમાં ફડણવીસે કહ્યું હતું કે તેઓ કૅબિનેટનો હિસ્સો નહીં બને અને શિવસેનાના બળવાખોર જૂથ સાથે મળીને સરકાર બનાવતાં બીજેપી તેમને બહાર રહીને સંપૂર્ણ ટેકો આપશે.એ તો લગભગ બધા જ જાણે છે કે તખ્તાપલટની આ આખી વાર્તા બીજેપીની દિલ્હી કમાન્ડ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને ૨૦ જૂને સાંજે જે ઘટના ઘટી હતી એની પક્ષના ઘણા લોકોને જાણ નહોતી.એમ કહેવાય છે કે બળવો કરતાં પહેલાં બળવાખોર સંસદસભ્યો કે વાટાઘાટકારોએ શિંદે સાથે જે શરતો અને કરાર કર્યા હતા એ તમામ વિશે ફડણવીસને સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે શિંદેએ સોદો કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો તથા એમાં તેમને સફળતા પણ મળી હતી.બીજેપીમાં અન્ય એક મત પ્રવર્તે છે કે બળવાખોરોમાં વિઘટનની સંભાવનાઓ પ્રત્યે બીજેપી સંપૂર્ણ રીતે આશ્વસ્ત ન હોવાથી એણે શિંદેને કાર્યભાર સોંપ્યો છે,પણ રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં રાખ્યું છે.તગડું ઇનામ તેમને એકસાથે જોડી રાખશે એવી માન્યતાને કારણે જ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે.

ફડણવીસને તેઓ મુખ્ય પ્રધાનના પદ માટેની પ્રથમ પસંદગી ન હોવાની અગાઉથી જ જાણ હતી કે તેમને સત્તા હસ્તાંતરણના અંતિમ તબક્કામાં જણાવવામાં આવ્યું એ નથી ખબર.જોકે એની જાહેરાતની જવાબદારી પણ તેમના પર ઢોળવામાં આવી ત્યારે તેમણે જાતે જ સત્તાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફડણવીસને બે વાર ફોન કર્યો હતો અને તેમનો અનુભવ અને કુશળતા સરકાર માટે એક સંપત્તિ છે તથા તેઓ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે એની ખાતરી હોવાનું જણાવતી ટ્વીટ કરી હતી.

Share Now