બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામમાં છેલ્લા બે દિવસથી દીપડા દ્વારા બકરાનો શિકાર થઈ રહ્યો હોવાની ફરિયાદથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુરુવારના રોજ પણ બકરા ચરાવવા ગયેલા ગોવાળની સામે જ દીપડો બકરીનો શિકાર કરી ગયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના તુંડી ગામના હળપતિવાસમાં રહેતા પશુપાલકો મસાણ વિસ્તારમાં પશુ અને બકરા ચરાવવા માટે જાય છે.બે દિવસથી દીપડા દ્વારા બકરાનો શિકાર થઈ રહ્યો હોય પશુપાલકોમાં પણ ભયનો માહોલ છે.ત્યારે ગુરુવારના રોજ એક પશુપાલક બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક એક દીપડો આવીને બકરાને ખેંચી આંબાવાડીમાંથી લઈ જઈ બગુમરા ખાડી તરફ ભાગી ગયો હતો.પશુપાલકે દીપડાનો શિકાર કર્યો હતો પણ તે ક્ષણવારમાં પલાયન થઈ ગયો હતો.ઘટના અંગે ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડ ને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.વન વિભાગ દ્વારા પીંજરુ ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે