સુરત : સુરત શહેર કે જિલ્લામાં રહેણાંક એપાર્ટમેન્ટ,ઇન્ડસ્ટ્રીઝો,માઇનીગં વિતરકો કે પછી સ્વીમીંગ પુલ બનાવનારાઓમાંથી જેઓ પણ બોર ખોદીને ભૂર્ગભ જળ લઇ રહ્યા છે.તે તમામે તમામે સેન્ટ્ર્લ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટી(સીજીડબલ્યુએ)પાસે ફરજિયાત મંજુરી લેવાની રહેશે.ભુગર્ભમાંથી આડેધડ પાણી ખેંચવાની ચાલી રહેલી પ્રવૃતિ પર બ્રેક મારવા માટે આ પગલુ ભર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
સુરત શહેર સહિત જિલ્લામાં ખેતીની જમીનો ઘટતી જાય છે.અને તેના બદલે ઇન્ડસ્ટ્રીઝો વધતી જાય છે.આ ઇન્ડસ્ટ્રીઝો વધવાની સાથે પ્રદુષણનો પ્રશ્ન તો આવે જ છે,સાથે જ જમીનમાં બોર ખોદીને ભુર્ગભમાંથી પાણી ખેંચવાની જે પ્રવૃતિ ચાલે છે.તેના કારણે જળનું સ્તર પણ દિવસે દિવસે નીચુ થતુ જાય છે.આવી જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં સુરત જિલ્લાની હાલત પણ સૌરાષ્ટ્ર જેવી થાય તો નવાઇ નહીં ? આ કારણે જ કેન્દ્રીય ભૂર્ગભ જળ ઓથોરીટી દ્વારા એક જાહેર નોટીસ ઇસ્યુ કરાઇ છે.
જેમાં જેઓ બોરના પાણીનો ઉપયોગ કરે છે.તેવા તમામે તમામે વપરાશ કરનારાઓ ભૂમિજળ કાઢવા માટે સીજીડબલ્યુએની મંજુરી લેવી પડશે.હયાત વપરાશ કારોએ ૩૦.૬.૨૨ સુધી રૃા.૧૦ હજારની ચૂકવણી કરી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સંર્પુણ અરજી ફોર્મ કચેરીમાં જમા કરાવવાનું રહેશે.સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઇ એનઓસી વગર ભૂર્ગભ જળ ખેંચવાનું ચાલુ રાખશે તો વપરાશકર્તા સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.અને ખેંચેલ ભૂર્ગભ જળને બિનકાયદેસર ગણવામાં આવશે.આમ હવે પછી ભૂર્ગભ જળ માટે પણ મંજુરી લેવી પડશે.આ કરવા પાછળનું મુખ્ય કારણ ભૂર્ગભ જળનું સ્તર નીચેને નીચે જતુ રહેતા પાણીનો બેફામ થઇ રહેલા ઉપયોગ પર બ્રેક મારવા માટે મંજુરી લેવાનુ ફરજિયાત કરાયુ છે.