સુપ્રીમ કોર્ટે આ મામલે ૧૧ જુલાઈએ સુનાવણી કરવાનું કહ્યું છે મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ શિવસેનાના એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોનાં પદ રદ કરવા માટે એ સરકારના ડેપ્યુટી સ્પીકરે નોટિસ મોકલ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ૧૧ જુલાઈએ સુનાવણી કરવાનું કહ્યું છે.આ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દેવાથી મહાવિકાસ આઘાડી સરકાર તૂટી પડી અને નવી સરકારમાં એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોના માથે ટીંગાઈ રહેલી વિધાનસભ્ય રદ થવાની તલવારથી બચવા માટે બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે.આ સત્રમાં નવી સરકારના સ્પીકર હશે.સત્તાધારી પક્ષે ગઈ કાલે બીજેપીના કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરને ઉમેદવારી આપી હતી