ફડણવીસના અહમ‍્ને સંતોષવા આરેના જંગલનો ભોગ નહીં લેવા દઈએ

236

આમ કહીને પર્યાવરણપ્રેમીઓ આરે કોલોનીમાં મેટ્રોના કારશેડના મુદ્દે ફરી આંદોલન કરવાની તૈયારીમાં છે મેટ્રો કાર ડેપો આરેમાં જ બનશે એવી જાહેરાત નવી રાજ્ય સરકારના નાયબ મુખ્ય પ્રધાને કરતાં જ આગળની રણનીતિ તૈયાર કરવા શહેરના ગ્રીન ઍક્ટિવિસ્ટો સેવ આરે મૂવમેન્ટના વિવિધ સ્ટેકહોલ્ડર્સને મળ્યા હતા.દરમ્યાન,મુંબઈના હરિયાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસનો વિરોધ કરનારા નાગરિકોએ આ પગલા સામે જનઆંદોલનની ચેતવણી આપી છે.

એનજીઓના સ્થાપક અને ચૅરપર્સન ડૉક્ટર જલ્પેશ મહેતાએ કહ્યું હતું કે‘ડબ્લ્યુએચઓ મુજબ વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં મુંબઈ ચોથા ક્રમે આવે છે.સમૃદ્ધ વન્યજીવન અને બાયોડાઇવર્સિટી ધરાવતું આરે મુંબઈનાં ફેફસાં સમાન છે.શહેરના વર્તમાન અને ભાવિ નાગરિકો માટે આપણે એની જાળવણી કરવી જ જોઈએ.મેટ્રોની પણ એટલી જ આવશ્યકતા છે,પરંતુ ટ્રેનને ધોવા તેમ જ એની જાળવણી કરવા માટેનો

ઇન્ટિગ્રેટેડ કારશેડ આરેમાં નહીં પરંતુ કાંજુરમાર્ગમાં હોવો જોઈએ.એ ટેક્નિકલ દૃષ્ટિએ યોગ્ય રહેશે તેમ જ એનાથી ખર્ચમાં પણ બચત થાય છે.’જોકે ઠાકરે સરકાર દ્વારા જંગલ તરીકે જાહેર કરાયેલો ૮૧૨ એકરનો જંગલ વિસ્તાર યથાવત્ રહેશે.કારડેપો પ્લૉટ જંગલ તરીકે જાહેર કરાયેલા વિસ્તાર કરતાં અલગ છે.

Share Now