નવી દિલ્હી : ભારતીય આર્મી અને નેવીએ અગ્નિપથ યોજના હેઠળ તેમની ભરતી-પ્રક્રિયા ગઈ કાલથી શરૂ કરી હતી.ઇન્ડિયન ઍરફોર્સે આ યોજના હેઠળ ૨૪ જૂનથી એની ભરતી-પ્રક્રિયા શરૂ કરી હતી અને ગુરુવાર સુધી ઍરફોર્સને ૨.૭૨ લાખ અરજીઓ મળી છે.સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે‘ઇન્ડિયન નેવીમાં અગ્નિવીરો માટે રજિસ્ટ્રેશન્સની ગઈ કાલથી શરૂઆત થઈ છે.ઇન્ડિયન આર્મીમાં જોડાઓ. અગ્નિવીર તરીકે દેશની ફરજ બજાવવાનું તમારું સપનું સાકાર કરો.’