કન્હૈયાલાલના હત્યારાએ 2611 બાઇક નંબર માટે પાંચ હજાર એક્સ્ટ્રા ચૂકવ્યા

121

પોલીસ આ બાઇક-નંબરને મુંબઈના 26/11ના આતંકવાદી હુમલા સાથે જોડી રહી છે ઉદયપુરમાં કન્હૈયાલાલના હત્યારાઓનાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથો સાથેના સંબંધોનો રાજસ્થાન પોલીસે ખુલાસો કર્યાના દિવસો બાદ પોલીસ-અધિકારીઓએ ગઈ કાલે આ કેસમાં વધુ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો.રિયાઝ અખ્તરી નામના એક હત્યારાએ તેની બાઇક માટે 2611 રજિસ્ટ્રેશન-નંબર માટે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવ્યા હતા.પોલીસ આ બાઇક-નંબરને મુંબઈના 26/11ના આતંકવાદી હુમલા સાથે જોડી રહી છે.ટેલર કન્હૈયાલાલની ક્રૂરતાપૂર્ણ રીતે હત્યા કર્યા બાદ બે હત્યારાઓ રિયાઝ અખ્તરી અને ગૌસ મોહમ્મદે ભાગી જવા માટે આ જ વેહિકલનો ઉપયોગ કર્યો હતો.RJ 27 AS 2611 રજિસ્ટ્રેશન-નંબરની બાઇક હવે ઉદયપુરના ધાન મંડી પોલીસ સ્ટેશનમાં છે પોલીસ અધિકારીઓ માને છે કે આ નંબરપ્લેટ ક્લુ હોઈ શકે છે કે વર્ષો પહેલાં પણ રિયાઝના માઇન્ડમાં શું ચાલતું હતું.રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસના રેકૉર્ડ્સ પરથી ખ્યાલ આવે છે કે રિયાઝ અખ્તરીએ ૨૦૧૩માં એચડીએફસી બૅન્ક પાસેથી લોન પર આ બાઇક ખરીદી હતી.

Share Now