લોકલ ટ્રેન વરસાદ વચ્ચે દોડતી રહી

108

મુંબઈ : મુંબઈ સહિતના વિસ્તારોમાં ગઈ કાલે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલ સર્વિસને અમુક અંશે અસર થઈ હતી.વેસ્ટર્ન તો સમયસર હતી, પણ સેન્ટ્રલ અને હાર્બર લોકલ દસથી પંદર મિનિટ મોડી દોડી રહી હતી જેને કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સોમવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે.બપોરથી પડેલા વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી.પરિણામે મોટરમૅનને લોકલ ચલાવવામાં મુશ્કેલી પડી હોવાથી સ્પીડ ધીમી હતી.પરિણામે લોકલનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું.ગઈ કાલે સેન્ટ્રલ રેલવેમાં સીએસએમટીથી કલ્યાણ, હાર્બર,થાણેથી પનવેલ ટ્રાન્સ-હાર્બર વરસાદને કારણે પંદર મિનિટ મોડી દોડી રહી હતી.પરિણામે લોકલ ટ્રેનોમાં ભીડ જોવા મળી હતી.કુર્લા,વિદ્યાવિહાર,સાયન સહિત સેન્ટ્રલ રેલવેનાં કેટલાંક સ્ટેશનોની બહાર પણ ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હતાં.

Share Now