સુરતમાં સાડાચાર વર્ષમાં ૪૨ હજાર લોકોને રખડતાકૂતરાએ બચકા ભર્યા

114

સુરત : સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે.જોકે છેલ્લા સાડા ચાર વર્ષમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ ૪૧,૮૬૪ વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી શહેરમાં માનદરાજા,રાંદેર,અડાજણ,નાનપુરા,કતારગામ,વરાછા,પાંડેસરા,ભેસ્તાન,લિંબાયત,ડીંડોલી,ઉધના,ચોકબજાર,ભટાર રોડ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે.જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડીને કુતરા બચકા ભરે છે.

જોકે વર્ષ ૨૦૧૯ સુરતના વિવિધ વિસ્તારોમાં ૧૧૦૯૯ વ્યકિતઓને કૂતરાએ બચકા ભર્યા બાદ સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં આવ્યા હતા.જોકે સિટીમાં વર્ષ ૨૦૨૦માં કોરોના કેસ દેખાયા બાદ લોકડાઉ જાહેર કર્યા પછી અને રાત્રીના કરફર્યુ મુકવાથી દિવસે અને રાત્રીના લોકોની અવર જવર ખુબજ ઓછી થઇ ગઇ હતી.જેથી વર્ષ ૨૦૨૦માં ૭૧૨૪ વ્યકિતઓને કુતરાએ બચકા ભર્યા હોવાથી સિવિલમાં આવ્યા હતા.જેથી વર્ષ ૨૦૧૯ કરતા વર્ષ૨૦૨૦માં સિવિલમાં ડોગ બાઇટની રસી મુકાવા આવનાર ૩,૯૭૫ વ્યકિતઓનો ધટાડો થયો હતો.બાદ શહેરમાં કોરોના કેસ ધટાડો થતા કુતરોનો ફરી આંતક મચાવવા લાગ્યા છે.જોકે વર્ષ ૨૦૨૨માં જાન્યુ.થી જુન સુધીમાં ૫૫૪૮ વ્યકિતને કુતરા બચકા ભર્યા હોવાથી સિવિલમાં હડકવા વિરોધી રસીમાં મુકાવવા આવ્યા હતા.નોધનીય છે કે માનદરવાજા, ખ્વાજાનગર વિસ્તારમાં રખડતો કુતરો(શ્વાન)એ સોમવારે સવારે એક પછી એક ૭ બાળકો,૨ મહિલા અને ૩ પુરુષને બચકા ભર્યા હોવોથી હડકવા વિરોધી રસી મુકાવવા માટે સિવિલમા આવ્યા હતા.પાલિકા દ્વારા આવા રખડતા કુતરા સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે.તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે.

Share Now