સુરત : હનીપાર્કની ભક્તિ સાગર સોસાયટી પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી

122

સુરત : રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડ ચોમાસુ આવતા જ ધોવાઈ રહ્યા હોય એવી ઘટનાઓ બની રહી છે.શહેરના હનીપાર્ક રોડ પર આવેલી સાગર સોસાયટી પાસે 15 ફૂટ મોટો ભુવો પડયો છે.જેને લઇને લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ભુવા પડવા તેમજ રોડ રસ્તા ખખડધજ બની જવાની ધટના જોવા મળતી હોય છે ત્યારે અડાજણ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર જ ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો છે.બંગલાના પાર્કિંગ પાસે જ 15 ફૂટથી પણ વધારે ઊંડો ભુવો પડ્યો છે.રહેવાસીની ગાડીની અવરજવર પણ અસરગ્રસ્ત થઈ છે.ઉલ્લખનીય છે કે આ ભુવામાંથી જીઇબીની મોટી લાઇન પસાર થાય છે ત્યાં ડીપી મુકાયેલુ છે.વળી જે પાણીની પાઇપલાઇન છે તે પણ લીકેજ થઇ છે.તો નજીકમાં જ ડ્રેનેજ લાઇન હોવાથી નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.જો કે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.આ રોડ સૌથી વ્યસ્ત રોડ છે ત્યારે અહીં ભુવો પડતા વાહનચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Share Now