મા કાલીના પોસ્ટર બાદ ટીએમસીનાં સંસદસભ્ય મહુવા મોઇત્રાએ કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો છે.પશ્ચિમ બંગાળના બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે રસ્તાઓ પર ઊતરીને પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે તેમ જ તરત મહુવા મોઇત્રાની ધરપકડ કરવાની માગ કરી છે.બીજી તરફ કૉન્ગ્રેસ સંસદસભ્ય શશી થરૂર મોઇત્રાના સમર્થનમાં આગળ આવ્યા છે.તો મોઇત્રાનો જ પક્ષ ટીએમસીએ આ મામલે ખુલાસો કરતાં જણાવ્યું છે કે મહુવાએ જે કંઈ કહ્યું છે એની સાથે તેમના પક્ષને કઈ લાગતું વળગતું નથી.દિલ્હીમાં આયોજિત એક કૉન્કલેવમાં મોઇત્રાએ કહ્યું હતું કે મારા માટે કાલી માંસ ખાનારી અને દારૂનો સ્વીકાર કરનારી દેવી છે.તેમની વિરુદ્ધ અનેક ઠેકાણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.થરૂરે કહ્યું કે આજે એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ ધર્મ વિશે જાહેર કંઈ જ બોલી શકાતું નથી.કોઈ પણ લાગણી દુભાઈ હોવાનો દાવો કરી નાખે છે.
થરૂરે કહ્યું કે મોઇત્રાએ કાલી વિશે કંઈ નવું નથી કહ્યું.તેમણે જે કંઈ વાત કરી છે એ તમામ હિન્દુઓને ખબર છે.વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે સનાતન ધર્મ મુજબ મા કાલી ક્યારેય દારૂ કે માંસ ખાતી નથી.તે હંમેશાં અનિષ્ટ સામે શક્તિની પ્રતીક સમાન છે.નૂપુર શર્મા સામે કાર્યવાહી કરવામાં ટીએમસી સરકાર,પોલીસ ખૂબ જ સક્રિય હતી,પરંતુ મોઇત્રા સામે નથી.આમે ૧૦ દિવસ રાહ જોઈશું,ત્યાર બાદ કોર્ટમાં જઈશું.મધ્ય પ્રદેશના ભોપાલમાં મોઇત્રા સામે દાખલ થઈ ફરિયાદ.મોઇત્રાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે બીજેપી આવી જાવ,હું કાલીની ઉપાસક છું.તમારા ગુંડાઓ અને તમારા પોલીસથી ડરતી નથી.કાલી માતાના વિવાદાસ્પદ પોસ્ટર બદલ અયોધ્યાના મહંત દ્વારા ફિલ્મમેકરને આપવામાં આવી ચેતવણી કાલી માતાને સિગારેટ પીતા બતાવતા વિવાદાસ્પદ પોસ્ટર બદલ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે ફિલ્મમેકર લીના મણિમેકલઈને ચેતવણી આપી છે.