વિરેન્દ્ર હેગડે અને વી.વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવશે દેશની મહાન એથ્લીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે.પીટી ઉષાની સાથે ફિલ્મના સંગીતકાર ઇલૈયારાજા વિરેન્દ્ર હેગડે અને વી.વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવશે.પીએમ મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.પીટી ઉષા વિશે માહિતી આપતાં પીએમ મોદીએ કહ્યું કે“પીટી ઉષા રમતગમતમાં તેમની સિદ્ધિઓ માટે વ્યાપકપણે જાણીતા છે,પરંતુ વર્ષોથી ઉભરતા ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું તેમનું કાર્ય પણ એટલું જ પ્રશંસનીય છે.રાજ્યસભામાં નામાંકિત થવા બદલ અભિનંદન.”
ઇલૈયારાજાનું વર્ણન કરતાં વડાપ્રધાને કહ્યું કે “તેમણે પેઢી દર પેઢી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની કૃતિઓ ઘણી લાગણીઓને સુંદર રીતે દર્શાવે છે.તે નમ્ર પૃષ્ઠભૂમિમાંથી ઊભા થયા અને ઘણું હાંસલ કર્યું.ખુશી છે કે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.”વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે.તેમના વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે“તેઓ સમુદાય સેવામાં સૌથી આગળ છે.મને ધર્મસ્થળા મંદિરમાં પ્રાર્થના કરવાનો અને આરોગ્ય,શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલા મહાન કાર્યોને જોવાનો અવસર મળ્યો છે.તે ચોક્કસ સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ બનાવશે.”આ ત્રણ લોકો ઉપરાંત વી.વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે.વી.વિજયેન્દ્ર પ્રસાદ વિશે વડાપ્રધાને કહ્યું કે “તેઓ દાયકાઓથી સર્જનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે.તેમની કૃતિઓ ભારતની ભવ્ય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને વિશ્વના મંચ પર તેમની છાપ છોડી છે.રાજ્યસભામાં નામાંકિત થવા બદલ અભિનંદન.”