અમદાવાદ : મોલમાં અને મોટી દુકાનોમાં નાના દુકાનદારોની તુલનાએ મોટી રકમનું વળતર આપવાની રીતરસમો વાસ્વતમાં ગ્રાહકો સાથેની છેતરપિંડી જ હોવાનું જણાઈ રહ્યું છે.પેકેટના વજનમાં ફેરફાર કરીને ઊંચી એમ.આર.પી.લખીને પછી રિબેટ-વળતર આપવાનું નાટક કરવામાં આવી રહ્યું છે.માત્ર એમ.આર.પી.પર જ ફોકસ કરીને મોટા પેકેટ્સ ખરીદી લેનારા ગ્રાહકો વાસ્તવમાં ઓછી રકમની વસ્તુના વધુ નાણાં ચૂકવીને આવતા હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે.
બહુધા શહેરી જનોના ઘરમાં શેમ્પુ લેવાય જ છે.શેમ્પુના વેપારમાં પણ છેતરપિંડી થાય છે. ૧૭૫ મિલિલિટરના શેમ્પના પેક રૂ.૧૧૧માં વેચવામાં આવે છે.આ જ શેમ્પુના મોટા ૬૫૦ એમએલના પેક રૃા. ૫૨૫ના ભાવે વેચવામાં આવે છે.૧૭૫ મિલિલિટરના પેકેટના રૃા.૧૧૧ના ભાવને આધારે ૬૫૦ એમએલના ભાવની ત્રિરાશી માંડવામાં આવે તો તેનો વાસ્તવિક ભાવ રૃા.૪૧૬ની આસપાસનો છપાવો જોઈએ.તેને બદલે તેના પર રૃા.૫૨૫નો છૂટક ભાવ છાપવામાં આવી છે.તેના પર રૃા.૫૦નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો પણ ગ્રાહકોને તે મોટું પેકેટ રૃા.૫૦થી ૬૦ મોંઘું પડે છે.
વાસણ ધોવા માટેના લિક્વિડ શોપની જ વાત કરીએ તો ૨૫૦ મિલિલીટરના રૃા.૫૫ થતા ંહોય તો તેનાથી બમણા ૫૦૦ મિલિલીટરના પેકના રૃા.૧૧૦ જ થવા જોઈએ.પરંતુ કંપનીઓ તેના રૃા.૧૧૯નો ભાવ છાપે છે.આ જ રીતે ૭૫૦ મિલિલીટરના પેકનો ભાવ રૃા.૧૬૫નો છપાવો જોઈએ.તેને બદલે તેઓ રૃા.૧૯૦નો એમ.આર.પી.છાપે છે.ત્યારબાદ તેમાં ૧૦-૨૦ રૃપિયાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવે છે.આ રાહત કે વળતર કે રિબેટ મેળવ્યા પછી પણ મોટા પેકેટ ખરીદનારાઓ ઊંચી કિંમત ચૂકવીને આવે છે.
મોટાભાગના ઘરમાં ટોમેટો કેચઅપ વપરાય જ છે.કેચઅપ બનાવીને દેશભરના બજારમાં મૂકતી કંપની ૯૦૦ ગ્રામ કેચ અપની મહત્તમ છૂટક કિંમત રૃા.૧૦૦ લખે છે.પરંતુ ૯૫૦ ગ્રામ કેચ અપના પેેકેટ પર મહત્તમ છૂટક કિંમત રૃા.૧૨૦ લાખે છે.વાસ્વતમાં આ કિંમત રૃા.૯૦ વત્તા ૫ મળીને ૯૫૦ ગ્રામના પેકેજની મહત્તમ છૂટક કિંમત રૃા.૧૦૫ થવી જોઈએ.૯૦૦ ગ્રાામના પેકેટ પર રૃા.૧૦૦ની છાપેલી મહત્તમ કિંમતને આધારે આ ગણતરી કરવામાં આવી છે.બીજું,મોટા પેકેટમાં માત્ર ૫૦ ગ્રામ જ વધારે કેચ અપ ભરવામાં આવ્યો છે.
પરંતુ તેના પર એમઆરપી ૧૨૦ લખે છે.આ જ કેચ અપના ૧૨૦૦ ગ્રામના પેક પર મહત્તમ છૂટક કિંમત રૃા.૧૬૦ની લખવામાં આવે છે.ત્યારબાદ તેના પર રૃા.૨૭નું વળતર આપવામાં આવે છે.એમઆરપી છાપવાના બારીક ગણિતોમાં ગ્રાહકો ન પડતાં હોવાથી તેમને કોઈ જ રાહત મળતી નથી.છતાંય તેઓ રાહતના ભાવે વસ્તુ લઈ આવ્યાનો સંતોષ માની લેતા હોય છે.વાસ્તવમાં આ એક છેતરપિંડી જ છે.કારણ કે બહુધા ગ્રાહકો આ પ્રકારની બારીક ગણતરીમાં પડતા જ નથી.તેનો લાભ કંપનીઓ ઊઠાવી રહી છે.વાસ્તવમાં ગ્રાહકોને કોઈ જ વળતર મળતું નથી.છતાં તેમને મોટા પેકેટ ખરીદનારને ઓછા ભાવે માલ આપવામાં આવી રહ્યો હોવાનો દેખાવ કરવામાં આવી રહ્યો છે.