સુરત : ડોલરની સામે રૃપિયો સતત નબળો પડી રહ્યો હોવાથી, રફની ખરીદી કરનારા કારખાનેદારોની પરેશાની વધે છે.મહિનામાં ડોલરનો રેટ 77.61થી વધી 79.36 થઈ ગયો હોવાથી,રોકડના પેમેન્ટ ડયુ વેળાં 67 ટકા વધુ ચૂકવવા પડે છે.જ્યારે કમાણી 4-5 ટકા પણ નથી.ડોલરનો રેટ જેમજેમ વધે,,તેમતેમ રફની ખરીદી કરનારા કારખાનેદારો માટે એક વધારાનો આથક બોજો વધતો રહે છે.ડોલરમાં કામકાજ કરતા આયાત નિકાસકારોને એવી કોઈ મોટી અસર આવતી નથી.પરંતુ ડોલરમાં ખરીદી બાદ રોકડમાં પેમેન્ટ કરવાના કિસ્સામાં વધારાની રકમ ડોલરનો રેટ વધતાં ચૂકવવી પડે છે.
ડોલરના રેટમાં જ્યારે વધારો થાય ત્યારે નાના કારખાનેદારો રફ ખરીદદારો ભેળવાઈ પડે છે.ડોલરનો રેટ ઘટે ત્યારે ફાયદો થાય છે.પરંતુ મોટાભાગે તો ડોલરનો રેટ સતત વધતો જ રહે છે,અને આના કારણે વધારાનું પેમેન્ટ ચૂકવવાના કિસ્સામાં એટલી લોસ પહેલેથી થઈ જાય છે.ડોલર 3-4 ધી જાય ત્યારે રોકડમાં તેની અસર 6-7 ટકા જેટલી આવતી હોય છે.હીરા ઉદ્યોગમાં ડાયરેક્ટ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓની સંખ્યા 25-30 ટકા છે.જ્યારે 70 ટકા ધંધાર્થીઓ-કારખાનેદારો બીજાની પેઢીમાં રફ ઉતારતાં હોય છે.જેનું પેમેન્ટ રોકડમાં ધારા પ્રમાણે ત્રણ ચાર મહિને આપવાનું હોય છે.ડયૂ પેમેન્ટ વેળા ડોલરનો જે રેટ ચાલે છે,તે પ્રમાણે રોકડમાં ચૂકવણી કરવાની થતી હોય છે,એમ હીરા બજારના વેપારી કિર્તી શાહે કહ્યું હતું.રૃપિયાની સામે ડોલર સતત વધતો હોય છે,ત્યારે રફના ખરીદદારો પેમેન્ટ ઊભા રાખવાનું વલણ પણ ડોલર ઘટવાની આશામાં રાખતા હોય છે.ડોલર ઘટે ત્યારે ફાયદો થાય છે.પરંતુ વધે ત્યારે તેટલો વધારો અને ડયૂ પેમેન્ટ પછીના વધારાના દિવસનું વ્યાજ પણ આપવું પડતું હોય છે.