લાંચકેસમાં પાવરગ્રિડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ધરપકડ , સર્ચમાં ૯૩ લાખ મળ્યા

105

સીબીઆઇને ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ્સ આપવામાં લાંચ લેવામાં આવી રહી હોવા વિશે માહિતી મળી હતી,એ પછી ઇટાનગરમાં પોસ્ટેડ ઝા પર નજર રાખવામાં આવી હતી સીબીઆઇએ લાંચકેસમાં પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમ જ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને અસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ સહિત તાતા પ્રોજેક્ટ્સના પાંચ અધિકારીઓની ધરપકડ કરી હતી.સીબીઆઇના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે આ મામલો કૉન્ટ્રૅક્ટ્સ અને અન્ય કામગીરી આપવામાં આ પ્રાઇવેટ કંપનીની તરફેણ કરવા બદલ લાંચ લેવા સંબંધી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે ૧૧ લોકેશન્સ ખાતે સર્ચ કરવામાં આવ્યા બાદ પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ.ઝા તેમ જ તાતા પ્રોજેક્ટ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દેશરાજ પાઠક,અસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ આર.એન.સિંહ તેમ જ અન્ય ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઇને ગુરુગ્રામમાં ઝાના પ્રિમાઇસિસમાંથી ૯૩ લાખ રૂપિયા મળ્યા હતા.

સીબીઆઇને ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ્સ આપવામાં લાંચ લેવામાં આવી રહી હોવા વિશે માહિતી મળી હતી,એ પછી ઇટાનગરમાં પોસ્ટેડ ઝા પર નજર રાખવામાં આવી હતી અને એ દરમ્યાન બહાર આવ્યું હતું કે ઝાએ તાતા પ્રોજેક્ટ્સના એક્ઝિક્યુટિવ્ઝ પાસેથી લાંચ મેળવી હતી.સીબીઆઇએ દાખલ કરેલા એફઆઇઆરમાં ઝા,પાઠક અને સિંહ સિવાય કંપની તાતા પ્રોજેક્ટ્સ અને એના અન્ય ત્રણ અધિકારીઓ નફીઝ હુસેન ખાન,રણધીર કુમાર સિંહ અને સંદીપ કુમાર દુબેનાં પણ નામ છે.

Share Now