સુરતના ચાર્યાસીમાં 4, મહુવામાં 3 અને બારોડલીમાં 2 ઇંચ વરસાદ

115

સુરત : ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા ૨૪ કલાકમાં મેઘરાજા ઓછા વધતા વરસવાનું ચાલુ જ રહેતા ચોર્યાસી તાલુકામાં ૪ ઇંચ,મહુવામાં ૩ ઇંચ સહિત સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ જુલાઇ મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજા પણ આક્રમક બની રહ્યા છે.જેમાં હવામાન વિભાગની આગાહી બાદ કોઇને કોઇ તાલુકામાં મેઘરાજા દિવસે કે રાત મુશળધાર વરસી રહ્યા છે.જેમાં જિલ્લાના ચોર્યાસી તાલુકામાં બુધવારની રાત્રીના ૨.૫ ઇંચ અને આજે દિવસના ૧.૫ ઇંચ મળીને ૨૪ કલાકમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો.

મહુવા તાલુકામાં પણ મેઘરાજા રાત્રીના બે ઇંચ અને દિવસના ૧ ઇંચ મળીને ૩ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.આ સિવાય અન્ય તાલુકામાં પણ મેઘરાજા અવિતરપણે વરસવાનું ચાલુ રાખ્યુ હોવાથી વરસાદી માહોલ બરાબર જામતો જાય છે.સુરત શહેરમાં પણ ૨૪ કલાકમાં ૧ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.આજે આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે આજે મેઘરાજા જરા પણ અટકયા વગર મુશળધાર વરસશે તેવુ લાગતુ હતુ.પરંતુ ઝાઝો વરસાદ નોંધાયો નથી.

Share Now